મોહનથાળ | mohanthal recipe | mohanthal banavani rit | mohanthal recipe in gujarati | mohanthal banavani recipe | mohan thar banavani rit
જય શ્રી કૃષ્ણ આજ આપણે વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન મોહનથાળ કેવી રીતે બનાવાય? - how to make mohanthal at home in gujarati તો આજે આપણે મોહનથાળ બનાવવાની રેસીપી - mohanthal banavani rit શીખીશું. આ મોહનથાળ ગુજરાત નેએક પ્રખ્યાત મીઠાઈ છે , નાના મોટા બધા જ પ્રકારના પ્રસંગ માં અને વાર તહેવાર પર બનાવવામાં આવતી હોયછે. આ મોહનથાળ સાથે ભાવનગરી ગાંઠિયા ખૂબ સારા લાગે છે.આજકાલ તો ખૂબ લગ્ન પ્રસંગ માં ખુબ ઓછો જોવા મળતો હોય છે પણ હવે લાઈવમોહનથાળ લગ્ન પ્રસંગ જોવા મળે છે જે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ આજ આપણે પારંપરિક મોહનથાળ બનાવવાની રીત જોઈશું. તોચાલો mohanthal recipe in gujarati - mohanthal banavani recipe - મોહનથાળ બનાવવાની રીત શીખીએ.
મોહનથાળ ની રેસીપી | મોહનથાળ બનાવવાની રેસીપી | mohanthal recipe | mohanthal banavani rit | mohanthal recipe in gujarati
મોહનથાળ બનાવવા સૌપ્રથમ આપણે બેસન ને ઘી અને દૂધ નો ધાબો આપીશું ત્યાર બાદ બેસન ને ઘી સાથે બરોબર ગોલ્ડન બ્રાઉન શેકી લેશું અને ત્યાર પછી દોઢ થી બે તાર ની ચાસણી બનાવી લઈ બેસન સાથે મિક્સ કરી થાળીમાં સેટ કરી કટકા કરી તૈયાર કરી લેશું મોહનથાળ.
મોહનથાળ બનાવવા સૌપ્રથમ એક થાળી નેએક ચમચી ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો સાથે બે ચાર ચમચી ગરમ કે સાદા પાણી માં કેસર ના તાંતણા નાખી એક બાજુ મૂકી રાખો. હવે કથરોટ માં બેસન ચાળી નેલ્યો ત્યાર બાદ એમાં ઓગડેલું ચાર ચમચી ઘી નાખી લોટ સાથે ઘી ને હથેળી વડે બરોબર મિક્સ કરી લ્યો. ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ચાર ચમચી દૂધ નાખી બને હથેળી વડે બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી ચારણી થી ચાળી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી નવશેકું ગરમ થાય એટલે એમાં પિસ્તા નાખી ધીમા તાપે હલાવતા રહી પિસ્તા નેશેકી લ્યો. પિસ્તા બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.અને પિસ્તા ઠંડા થાય એટલે થોડા પિસ્તા ની કતરણ કરી લ્યો ને થોડા પિસ્તા ના કટકા કરી લ્યો.
હવે ગેસ ને મિડીયમ તાપે નવશેકા ઘી માં ધાબો આપેલ બેસન નાખી બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો. બેસન ને ઘી માં બરોબર હલાવતા રહો શેકતા રહો બેસન ને ઘી ને છ સાત મિનિટ શેકી લીધા બાદ ગેસ ધીમો કરી ને હલાવતા થી બેસન ને શેકતા રહો ,
બેસન નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં થોડું થોડુ દૂધ નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો ને સાથે પુસ્તા ના કટકા પણ નાખી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
ચાસણી બનાવવાની રીત
હવે ગેસ પર એક તપેલી માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી હલાવતા રહો. ખાંડ ઓગળી જાયએટલે જો ખાંડ માં કચરો લાગે તો એક ચમચી દૂધ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો ને ઉપર આવેલા કચરા ને ચમચા વડે કાઢી લ્યો.
બે ત્રણ મિનિટ માં ચાસણી ને ચેક કરી લ્યોજો એક તાર ની ચાસણી થઈ ગયેલ હસે ત્યાર બાદ એમાં કેસર નું પાણી , એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ પછી ચેક કરીલ્યો દોઢ થી બે તાર બની જાય એટલે ગેસ બંધ કરી લ્યો.
મોહનથાળ બનાવવાની રીત
હવે શેકેલ બેસન માં તૈયાર ચાસણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બને બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી એના પર પિસ્તા ની કતરણ છાંટી ફરી બરોબર દબાવી દયો ને ચાકુથી જે આકારના કટકા કરવા હોય એ આકાર માં કાપા પાડી ને પાંચ છ કલાક સેટ થવા દયો. છ કલાક પછી ફરીચાકુથી કાપા કરી લ્યો ને પીસ કાઢી ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે મોહનથાળ.
mohanthal recipe in gujarati NOTES
બેસન ને ધીમા તાપે શેકવો ને બેસન શેકવા માં ઉતાવળ ના કરવી નહીંતર સ્વાદ બગડી જસે.
જો તમને મોહનથાળ થોડો નરમ જોઈએ તો એક તાર ની ચાસણી બનાવવી મિડીયમ જોઈએ તો દોઢ તાર ની અને જોલાંબો સમય રાખવો હોય કે પ્રવાસ માં સાથે લઈ જવો હોય ને થોડો કડક જોઈએ તો બે તાર નીચાસણી બનાવવી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો