Go Back
+ servings
મસાલા પૂરી - મસાલા પૂરી બનાવવાની રીત - masala puri recipe gujarati - masala puri banavani rit - masala puri recipe in gujarati

મસાલા પૂરી બનાવવાની રીત | masala puri recipe gujarati | masala puri banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે મસાલા પૂરી બનાવવાની રીત - masala puri banavani rit શીખીશું. જો મસાલા પુરી નરમ, ક્રિસ્પી ને સ્વાદિષ્ટ હોય તો તો દિવસ બની જાય, અને આ મસાલા પુરી તમે સવાર નો નાસ્તામાં  કે પ્રવાસમાં  કે ટિફિનમાં બનાવી નેજા લઈ શકો છો.અને આ મસાલા પુરી સાથે ચા, દહી, અથાણું કે ચટણી ગેમ એની સાથે ખાઈ શકો છો. તો ચાલો masala puri recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 30 mins
Total Time 1 hr 20 mins
Course gujarati nasto, nasta, nasto banavani rit, ગુજરાતી નાસ્તો, નાસ્તો, સવારનો નાસ્તો
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મસાલા પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • ½ કપ બેસન
  • ¼ કપ ઝીણી સોજી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1-2 ચમચી ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી મેથી દાણા
  • તેલ તળવા માટે

Instructions
 

મસાલા પૂરી | masala puri recipe | masala puri banavani rit

  • મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ એક વાટકા માં એક કપ ગરમ પાણી લ્યો પાણી માં હિંગ અને મેથી દાણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક કથરોટ માં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી ને લ્યો એમાં સાફ કરેલી સોજીનાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર, ચીલી ફ્લેક્સ, જીરું,સૂંઠ પાઉડર, અજમો મસળી ને નાખો, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ અને ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં હિંગ મેથી વાળુ પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એના પર તેલ લગાવી ને ભીના કપડાં થી અથવા મોટા વાસણ થી બરોબર ઢાંકીને અડધો કલાક મૂકી દયો. અડધા કલાક પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એના એક સરખા લુવા બનાવી લ્યો.
  • લુવા ઉપર તેલ લગાવી ઢાંકી દયો જેથી સુકાઈ ના જાય. હવે પાટલા અને વેલણ પર તેલ લગાવી ને તૈયાર કરી લ્યો ને એક લુવો લઈ એની પુરીવણી લ્યો વણેલી પુરી ને પ્લેટ માં મૂકતા જાઓ ને ઢાંકતા જાઓ. આમ બધી પુરી વણી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખો ને ત્યારબાદ એમાં એક બે પુરી નાખતા જઈ બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી ને ગોલ્ડન તરીને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો અને જો પ્રવાસ કે ટિફિન માં લઇ જવી હોય તો પુરીને ઠંડી કરી ને ટિફિન માં ભરવી. તો તૈયાર છે મસાલા પૂરી.

masala puri recipe in gujarati notes

  • અહીં પલાળેલી મેથી ને લોટ બાંધતી વખતે લોટ માં નાખી શકો છો ને જો મેથી ખાવી  પસંદ ના હોય તો ના નાખવી.
  • જો પુરી તરત જ ખાવી હોય તો એમાં લીલા ધાણા અને અને લીલા મરચા સુધારેલા પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો