Go Back
+ servings
dum aloo recipe gujarati - dum aloo banavani rit - દમ આલુ બનાવવાની રીત - damalu recipe in gujarati - dum aloo recipe in gujarati - dum aloo banavani recipe

dum aloo recipe gujarati | dum aloo banavani rit | દમ આલુ બનાવવાની રીત | damalu recipe in gujarati | dum aloo recipe in gujarati | dum aloo banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે દમઆલુ બનાવવાની રીત - dum aloo recipe gujarati શીખીશું. દમ આલુ બે જગ્યાએ નાખું ફેમસ છે એક પંજાબ અને બીજા કાશ્મીરી. બને ખાવા માં ખૂબ જસ્વાદિષ્ટ લાગે છે, આજ આપણે પંજાબી સ્ટાઈલ ના દમઆલૂ બનાવવાની રીત શીખીશું. જેને તમે રોટલી, પરોઠા કે નાન સાથે સર્વ કરી શકો છો તોચાલો dum aloo banavani rit - damalu recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course panjabi recipe in gujarati, પંજાબી વાનગીઓ, પંજાબી શાક, પંજાબી શાક બનાવવાની રીત, પંજાબી સબ્જી
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

દમ આલુ બનાવવા જરૂરી સામગ્રી

  • 15-20 નાની સાઇઝ ના બટાકા
  • 2-3 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 સુધારેલી ડુંગળી 1 ઝીણી
  • 2 સુધારેલી ટમેટા ઝીણા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 3-4 લવિંગ
  • 1 તજ નો ટુકડો
  • 1 ચમચી જીરું
  • 1 -2 ચમચી આખા ધાણા
  • 1 ચમચી વરિયાળી
  • 8-10 લસણની કણી
  • 1-2 લીલા મરચા
  • ½ ઇંચ આદુ નો ટુકડો
  • 1-2 એલચી
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી કસુરીમેથી
  • 1-2 ચમચી દહી / ક્રીમ
  • મીઠું સ્વાદ મુજબ
  • સરસો તેલ / તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

dum aloo recipe gujarati | dum aloo banavani rit | દમ આલુ બનાવવાની રીત | damalu recipe in gujarati

  • દમ આલુ બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના બટાકા લ્યો એને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બટાકા ને કુકર માં નાખો સાથે એક થી દોઢ ગ્લાસ પાણી ને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધકરી મિડીયમ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • હવા નીકળી જાય એટલે બટાકા કાઢી ને છોલી ને સાફ કરી લ્યો અને કાટા ચમચી થી એમાં કાણા કરીલ્યો. હવે ગેસ પર એકકડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બટાકા નાખી મિડીયમ તાપે ગોલ્ડનથાય ત્યાં સુંધી તરી લ્યો બટાકા ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે કડાઈ માં બે ચમચા તેલ કડાઈ માં રહેવા દઈ બાકી નું તેલ અલગ કાઢી લ્યો ને તેલ ને ફરીથી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો , એલચી,સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી મિક્સ કરી ડુંગળી ને નરમ થાય ત્યાં સુધી શેકો.
  • ડુંગળી શેકાય ત્યાં સુંધી માં એક મિક્સર જાર માં લસણ ની કણી, આદુ, લીલા મરચા, આખા ધાણા, જીરું અને વરિયાળી અને ને ચાર ચમચી પાણી નાખી ને પીસી પેસ્ટ તૈયાર કરી લ્યો. ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે હિંગ અને પીસેલા મસાલા પેસ્ટ નાંખી મિક્સ કરીબે ચાર મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનોપાઉડર, કસુરી મેથી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંપા કપ પાણી નાખી મિક્સ કરી ફરી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • હવે તેલ અલગ થાય એટલે એમાં દહી / ક્રીમ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકળવા દયો પાણી ઉકળવાલાગે એટલે એમાં બટાકા નાખી ગેસ ધીમા તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડવા દયો.ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ સર્વ કરો દમ આલુ.

dum aloo recipe gujarati notes

  • બટાકા ને તમે છોલી કાણા કરી ને તેલ માં ધીમા તાપે તરી ને પણ તૈયાર કરી શકો છો.
  • અહી તમે ક્રીમ ની જગ્યાએ દહી પણ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો