Go Back
+ servings
પીઝા મઠરી - પીઝા મઠરી બનાવવાની રીત - Pizza mathri banavani rit - Pizza mathri recipe in gujarati

પીઝા મઠરી બનાવવાની રીત | Pizza mathri banavani rit | Pizza mathri recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે પીઝા મઠરી બનાવવાની રીત - Pizza mathri banavani rit શીખીશું, આ મઠરી રેગ્યુલરમઠરી કરતા અલગ સ્વાદ માં લાગશે. તમે આ મઠરી ખાધા પછી પીઝા નીજગ્યાએ આ જ બનાવી ને ખાસો. આ મઠરી તમે ઘરમાં, પ્રવાસ માં અથવા બાળકો ને તમે ટિફિન માં પણ આપી શકો છો તો ચાલો Pizza mathri recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Resting time 10 mins
Total Time 50 mins
Course nasta, nasto banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

પીઝા મઠરી બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ મેંદા નો લોટ
  • 2 ચમચી ચીલી ફ્લેક્સ
  • 2 ચમચી મિક્સહર્બસ
  • મીઠું સ્વાદ મુજબ
  • 10 ક્યૂબ છીણેલું પ્રોસેસ ચીઝ
  • પીઝા સિઝનિંગ જરૂર મુજબ
  • નવશેકું પાણી જરૂર મુજબ

Instructions
 

પીઝા મઠરી બનાવવાની રીત | Pizza mathri banavani rit | Pizza mathri recipe in gujarati

  • પીઝા મઠરી બનાવવા સૌપ્રથમ પ્રોસેસ ચીઝ છીણી વડે છીણી લ્યો. હવે એક કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો સાથે એમાં ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ અનેછીણેલું પ્રોસેસ ચીઝ નાખી બરોબર મસળી ને મિક્સ કરો લ્યો ત્યાર બાદ નવશેકું પાણી થોડુથોડું નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટ ને બે ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ દસ પંદર  મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો. દસ મિનિટ પછી લોટ ને ફરીમસળી ને સોફ્ટ બનાવો અને જે આકાર ની મઠરી બનાવી હોય એ આકારની બનાવી લ્યો ને એમાં કાંટાચમચી થી કાણા કરી લ્યો અને બીજી પ્લેટ માં છૂટી છૂટી ફેલાવી ને થોડી સૂકવી લ્યો.
  • હવેxગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને તૈયારકરેલ મઠરી ને એમાં નાખો ગોલ્ડન તરી લ્યો આમ થોડી ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લ્યો,
  • આમ બધીમઠરી ને તરી લ્યો ત્યાર બાદ એના પર પીઝા સિઝનીગ નાખી.બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડીથાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ચા દૂધ કે સાંજ ના નાસ્તા માં મજા લ્યો પીઝા મઠરી.
  • આમ બધીમઠરી ને તરી લ્યો ત્યાર બાદ એના પર પીઝા સિઝનીગ નાખી.બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ચા દૂધ કે સાંજ ના નાસ્તા માં મજા લ્યો પીઝા મઠરી.

Pizza mathri recipe in gujarati notes

  • મઠરીના લોટ ને થોડો કઠણ બાંધવો જેથી મઠરી બહાર થી ક્રિસ્પી ને અંદર થી સોફ્ટ બનશે.
  • વણેલી મઠરી માં કાંટા ચમચી કાણા કરી નાખો જેથી ફૂલાશે નહિ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો