Go Back
+ servings
vedmi recipe - vedmi recipe in gujarati - વેડમી બનાવવાની રીત - vedmi banavani rit

vedmi recipe | vedmi recipe in gujarati | વેડમી બનાવવાની રીત | vedmi banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે વેડમી બનાવવાની રીત - vedmi recipe in gujarati  શીખીશું, આ વેડમી ને ચણા દાળ પુરી કે પુરણ પોળી પણ કહેવાય છે કે ખાવા માં ખુબ જ ટેસ્ટીલાગે છે ને ખૂબ ઓછી ને ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે તો ચાલો vedmi banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
socking time 3 hrs
Total Time 3 hrs 50 mins
Course gujarati sweets, sweet recipe in gujarati, ગુજરાતી વાનગી, ગુજરાતી વાનગીઓ, વિવિધ વાનગીઓ
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients
  

પુરણ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ચણાદાળ
  • 1 ½ કપ પાણી
  • ¾ કપ ખાંડ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ઘી જરૂર મુજબ

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ  
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 1-2 ચમચી ઘી

Instructions
 

vedmi recipe | vedmi recipe in gujarati | વેડમી બનાવવાની રીત | vedmi banavani rit

  • વેડમી બનાવવાની રીત મા સૌ પ્રથમ વેડમી નુંપુરણ બનાવવાની રીત શીખીશુંત્યારબાદ તેનો લોટ બાંધવા ની રીત પછી વેડમી બનાવીશું

વેડમી નું પુરણ બનાવવાની રીત

  • સૌ પ્રથમ ચણા દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખીને ત્રણ ચાર કલાક પલાળી લ્યો ચાર કલાક પછી દાળ માંથી પાણી નિતારી લ્યો ને કુકર માં નાખો ને કુકર બંધ કરી ને ત્રણ ચાર સીટી વગાડી લ્યો. ચાર સીટી પછી ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયો.
  • હવા નીકળે એટલે કુકર ખોઈ નાખો ત્યાર બાદ જો દાળ માં પાણી રહી ગયેલ હોય તો પાણી અલગ કરી લ્યો અને દાળ ને મેસ કરી સ્મૂથ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં ઘી ગરમ કરવા મૂકી એમાં મેસ કરેલી દાળ નાખી ને મિક્સકરી ને મિડીયમ તાપે કડાઈ  મુકવા લાગે ત્યાં સુંધી હળવતા રહી ને શેકી લ્યો.
  • દાળ શેકાઈ ને કડાઈ મુકવા લાગે એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને ફરી કડાઈ થી અલગ થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે તેમાં નારિયળ નું છીણ અને એલચી પાઉડર નાખી ને મિક્સ કરી ને બીજી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર પુરણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.

લોટ બાંધવાની રીત

  • એક કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લો અનેથોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક ચમચી ઘી લગાવી ને ઢાંકીને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો.

વેડમી બનાવવાની રીત

  • બાંધેલા લોટ માંથી એક લુવો લ્યો ત્યાર બાદ એને કોરા લોટ થી થોડી વણી લ્યો ને વચ્ચે એમાં લુવાની સાઇઝ નો પુરણ નો ગોળ બનાવી ને લ્યો ને બધી બાજુ થી બરોબર પેક કરી લ્યો ને હથેળી વચ્ચે ફેલાવી લ્યો ત્યાર બાદ વેલણ વડે હલકા હાથે વણી લ્યો.
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર વણી રાખેલ રોટલી નાખી ને બનેબાજુ થોડી શેકી લ્યો ત્યાર બાદ બને બાજુ ઘી લગાવી ને શેકી લ્યો. આમ બીજી વેડમી ને વણી ને શેકીને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે વેડમી.

vedmi recipe in gujarati notes

  • ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો.
  • ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો