Go Back
+ servings
vaghareli rotli - વઘારેલી રોટલી - vaghareli rotli recipe - vaghareli rotli gujarati recipe - vagareli rotli - વઘારેલી રોટલી બનાવવાની રીત - vaghareli rotli banavani rit

vaghareli rotli | વઘારેલી રોટલી | vaghareli rotli recipe | vaghareli rotli gujarati recipe | vagareli rotli

જય શ્રી કૃષ્ણ આજ આપણે વઘારેલી રોટલી બનાવવાની રીત - vaghareli rotli banavani rit શીખીશું. વઘારેલી રોટલી ને ઘણારોટલી ના પૌવા પણ કહેતા હોય છે. દરેક ગુજરાતી ઘર માં હમેશા બેચાર રોટલી તો બચતી જ હોય છે, અને જો ના બચતી હોય તો હવે થોડી વધારેબનાવી ને અથવા તાજી રોટલી બનાવી ઠંડી કરી વઘારેલી રોટલી બનાવી સવાર કે સાંજ ના નાસ્તામાં ખવરવશો તો ઘર માંથી બીજી વખત સામે થી રોટલી વઘારવા નું કહશે. તો ચાલો vaghareli rotli gujarati recipe - vaghareli rotli recipe શીખીએ.
5 from 1 vote
Prep Time 10 mins
Cook Time 10 mins
Total Time 20 mins
Course nasta, ગુજરાતી નાસ્તા, ગુજરાતી નાસ્તા બનાવવાની રીત, બનાવાની રેસીપી
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

વઘારેલી રોટલી બનાવવા જરૂરી સામગ્રી

  • રોટલી 4-5
  • તેલ 2 ચમચી
  • લીલામરચા સુધારેલા2-3
  • મીઠાલીમડાના પાન7-8
  • રાઈ 1-2 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સીંગદાણા2-3 ચમચી
  • કેપ્સીકમ સુધારેલ 2-3 ચમચી
  • ગાજર સુધારેલ 1-2 ચમચી
  • બાફેલીમકાઈ ના દાણા2-3 ચમચી
  • ઝીણીસુધારેલી ડુંગળી 1(જો ના ખાતા હો તો ના નાખવી એની જગ્યાએ ઝીણી સુધારેલી પાનકોબી પણ નાખી શકો છો )
  • લાલમરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમમસાલો ¼ ચમચી
  • ખાંડ / ગોળ 1 ચમચી q
  • લીંબુ નો રસ 1 ચમચી
  • લીલાધાણા સુધારેલા3-4 ચમચી

Instructions
 

vaghareli rotli recipe | vaghareli rotli gujarati recipe | vagareli rotli | વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotlibanavani rit

  • વઘારેલી રોટલી બનાવવા સૌપ્રથમ રોટલી ના નાના મોટા કટકા કરી ને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખીને શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાયએટલે બીજા વાસણ માં કાઢી લ્યો,
  •  ત્યાર બાદ ગરમ તેલ માં  રાઈ, જીરુંઅને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, લીલામરચા સુધારેલા અને ડુંગળી સુધારેલી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકીલ્યો.
  • ડુંગળીશેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ગાજર અને બાફેલી મકાઈ ના દાણાનાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં લાલ મરચાનોપાઉડર અને રોટલી ના કટકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતારહો શેકી લ્યો.
  • બે મિનિટપછી એમાં ગરમ મસાલો, ખાંડ કે ગોળ, લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લેલીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો વઘારેલી રોટલી.

vaghareli rotli recipe notes

  • અહીં જો ડુંગળી ના ખાતા હો તો એની જગ્યાએ ઝીણી સુધારેલ પાનકોબી પણ નાખી શકો છો.
  • ઘરમાં બીજા કોઈ શાક હોય અને તમને એ નાખવા હોય તો એ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો