Go Back
+ servings
farali dhokla - farali dhokla recipe in gujarati - ફરાળી ઢોકળા - farali dhokla recipe - farali dhokla banavani rit

ફરાળી ઢોકળા | farali dhokla | farali dhokla recipe in gujarati | farali dhokla recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે ફરાળી ઢોકળા બનાવવાની રીત - farali dhokla recipe in gujarati શીખીશું, વ્રત ઉપવાસમાં હમેશાઆપણે તરેલું કે ગેસ થઈ જાય એવું જ ખાતા હોઈએ છીએ પણ આજ આપણે થોડું હેલ્થી અને ટેસ્ટી  અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય એવા અનેસવાર, બપોર કે સાંજ ના ખાઈ શકાય એવા ફરાળી ઢોકળા બનાવવાની રીતશીખીશું. તો ચાલો ફરાળી ઢોકળા રેસીપી - farali dhokla banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course farali items in gujarati, farali recipe in gujarati, farali recipe in gujarati pdf, farali vangi, farali vangi gujarati ma, farali vangi in gujarati, farali vangi recipe gujarati, fradi Snack
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 થાળી
  • 1 કડાઈ

Ingredients
  

ફરાળી ઢોકળા માટેની સામગ્રી

  • ½ કપ સામો
  • ¼ કપ સાબુદાણા
  • ¼ કપ દહી
  • ½ ઇંચ આદુ
  • 2-3 લીલામરચા સુધારેલા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ઇનો
  • 1 ચમચી તેલ
  • ¼ કપ પાણી

ઢોકળા વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી સફેદતલ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla recipe in gujarati | farali dhokla recipe | farali dhokla banavani rit

  • ફરાળી ઢોકળા બનાવવા સૌપ્રથમ એક તપેલી માં સામો અને સાબુદાણા નાખો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ વધારા નું પાણી નિતારી નાખો ને એમાં દહી અને ⅛ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી વધારે માં વધારે એકાદ કલાક અથવા ઓછા માં ઓછું વીસ મિનિટ પલાળી લ્યો.
  • કલાક પલાડી લીધા બાદ એને મિક્સર જારમાં નાખો સાથે આદુ અને લીલા મરચા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું પીસી લ્યો અને જરૂર લાગે તો જરૂર મુજબ ¼ કપ માંથી પાણી નાખી સ્મૂથ પીસી લ્યો.હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને બાકી નું પાણી  અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એક થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી મિશ્રણ માં ઇનો ઉમેરી બરોબર મિક્સ કરી લ્યો,
  •  ત્યાર બાદ ગ્રીસ કરેલી થાળી માં નાખોને એકસરખું ફેલાવી નાખો અને ઉપર લાલ મરચા નો પાઉડર અને મરી પાઉડર છાંટી મિશ્રણ વાળીથાળી ને કડાઈ માં મુકેલ કાંઠા પર મૂકો અને ઢાંકી ને પંદર મિનિટ ચડવા દયો. પંદર મિનિટ પછી થાળી ને બહાર કાઢી લ્યો ને ઢોકળા ને ઠંડા થવા દયો. ઢોકળા ઠંડા થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો.

ફરાળી ઢોકળા ના વઘાર ની રીત

  • હવે વઘરીયા માં તેલ ગરમ કરી એમાં જીરું, સફેદ તલ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચાંસુધારેલ નાખી વઘાર તૈયાર કરી તૈયાર વઘાર ને કટકા કરેલ ઢોકળા પર નાખી દયો ને સાથે લીલાધાણા સુધારેલા નાખી ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી ઢોકળા.

farali dhokla recipe in gujarati notes

  • તમે સાબુદાણા અને સામો ને પીસી ને ત્યાર પછી પણ પલાળી શકો છો.
  • જે સામગ્રી તમે ફરાળ માં ના ખાતા હો એ ના નાખવી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો