જય શ્રી કૃષ્ણ આજ આપણે ફરાળી ઢોકળા બનાવવાની રીત – farali dhokla recipe in gujarati શીખીશું, Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe , વ્રત ઉપવાસમાં હમેશા આપણે તરેલું કે ગેસ થઈ જાય એવું જ ખાતા હોઈએ છીએ પણ આજ આપણે થોડું હેલ્થી અને ટેસ્ટી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય એવા અને સવાર, બપોર કે સાંજ ના ખાઈ શકાય એવા ફરાળી ઢોકળા બનાવવાની રીત શીખીશું. તો ચાલો ફરાળી ઢોકળા રેસીપી – farali dhokla banavani rit શીખીએ.
ફરાળી ઢોકળા માટેની સામગ્રી
- સામો ½ કપ
- સાબુદાણા ¼ કપ
- દહી ¼ કપ
- આદુ ½ ઇંચ
- લીલા મરચા સુધારેલા 2-3
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- ઇનો 1 ચમચી
- તેલ 1 ચમચી
- પાણી ¼ કપ
ઢોકળા વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla recipe
ફરાળી ઢોકળા બનાવવા સૌપ્રથમ એક તપેલી માં સામો અને સાબુદાણા નાખો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ વધારા નું પાણી નિતારી નાખો ને એમાં દહી અને ⅛ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી વધારે માં વધારે એકાદ કલાક અથવા ઓછા માં ઓછું વીસ મિનિટ પલાળી લ્યો.
કલાક પલાડી લીધા બાદ એને મિક્સર જારમાં નાખો સાથે આદુ અને લીલા મરચા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું પીસી લ્યો અને જરૂર લાગે તો જરૂર મુજબ ¼ કપ માંથી પાણી નાખી સ્મૂથ પીસી લ્યો. હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને બાકી નું પાણી અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એક થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી મિશ્રણ માં ઇનો ઉમેરી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ ગ્રીસ કરેલી થાળી માં નાખો ને એકસરખું ફેલાવી નાખો અને ઉપર લાલ મરચા નો પાઉડર અને મરી પાઉડર છાંટી મિશ્રણ વાળી થાળી ને કડાઈ માં મુકેલ કાંઠા પર મૂકો અને ઢાંકી ને પંદર મિનિટ ચડવા દયો. પંદર મિનિટ પછી થાળી ને બહાર કાઢી લ્યો ને ઢોકળા ને ઠંડા થવા દયો. ઢોકળા ઠંડા થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો.
ફરાળી ઢોકળા ના વઘાર ની રીત
હવે વઘરીયા માં તેલ ગરમ કરી એમાં જીરું, સફેદ તલ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચાં સુધારેલ નાખી વઘાર તૈયાર કરી તૈયાર વઘાર ને કટકા કરેલ ઢોકળા પર નાખી દયો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી ઢોકળા.
farali dhokla recipe in gujarati notes
- તમે સાબુદાણા અને સામો ને પીસી ને ત્યાર પછી પણ પલાળી શકો છો.
- જે સામગ્રી તમે ફરાળ માં ના ખાતા હો એ ના નાખવી.
farali dhokla banavani rit | Recipe Video
Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
farali dhokla recipe in gujarati
ફરાળી ઢોકળા | farali dhokla | farali dhokla recipe in gujarati | farali dhokla recipe
Equipment
- 1 થાળી
- 1 કડાઈ
Ingredients
ફરાળી ઢોકળા માટેની સામગ્રી
- ½ કપ સામો
- ¼ કપ સાબુદાણા
- ¼ કપ દહી
- ½ ઇંચ આદુ
- 2-3 લીલામરચા સુધારેલા
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી ઇનો
- 1 ચમચી તેલ
- ¼ કપ પાણી
ઢોકળા વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1 ચમચી સફેદતલ
- 8-10 મીઠા લીમડાના પાન
- 2-3 લીલા મરચા સુધારેલા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla recipe in gujarati | farali dhokla recipe | farali dhokla banavani rit
- ફરાળી ઢોકળા બનાવવા સૌપ્રથમ એક તપેલી માં સામો અને સાબુદાણા નાખો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ વધારા નું પાણી નિતારી નાખો ને એમાં દહી અને ⅛ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી વધારે માં વધારે એકાદ કલાક અથવા ઓછા માં ઓછું વીસ મિનિટ પલાળી લ્યો.
- કલાક પલાડી લીધા બાદ એને મિક્સર જારમાં નાખો સાથે આદુ અને લીલા મરચા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું પીસી લ્યો અને જરૂર લાગે તો જરૂર મુજબ ¼ કપ માંથી પાણી નાખી સ્મૂથ પીસી લ્યો.હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને બાકી નું પાણી અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એક થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈમાં કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી મિશ્રણ માં ઇનો ઉમેરી બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ ગ્રીસ કરેલી થાળી માં નાખોને એકસરખું ફેલાવી નાખો અને ઉપર લાલ મરચા નો પાઉડર અને મરી પાઉડર છાંટી મિશ્રણ વાળીથાળી ને કડાઈ માં મુકેલ કાંઠા પર મૂકો અને ઢાંકી ને પંદર મિનિટ ચડવા દયો. પંદર મિનિટ પછી થાળી ને બહાર કાઢી લ્યો ને ઢોકળા ને ઠંડા થવા દયો. ઢોકળા ઠંડા થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો.
ફરાળી ઢોકળા ના વઘાર ની રીત
- હવે વઘરીયા માં તેલ ગરમ કરી એમાં જીરું, સફેદ તલ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચાંસુધારેલ નાખી વઘાર તૈયાર કરી તૈયાર વઘાર ને કટકા કરેલ ઢોકળા પર નાખી દયો ને સાથે લીલાધાણા સુધારેલા નાખી ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી ઢોકળા.
farali dhokla recipe in gujarati notes
- તમે સાબુદાણા અને સામો ને પીસી ને ત્યાર પછી પણ પલાળી શકો છો.
- જે સામગ્રી તમે ફરાળ માં ના ખાતા હો એ ના નાખવી.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
વઘારેલી રોટલી | vaghareli rotli recipe | vaghareli rotli gujarati recipe
મસાલા પૂરી બનાવવાની રીત | masala puri recipe gujarati | masala puri banavani rit
પાપડી બનાવવાની રીત | papdi gathiya | papdi gathiya recipe | papdi banavani rit
પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati