Go Back
+ servings
મકાઈ નું શાક - મકાઈ નું શાક બનાવવાની રીત - Makai nu shaak banavani rit - Makai nu shaak recipe in gujarati

મકાઈ નું શાક | Makai nu shaak | મકાઈ નું શાક બનાવવાની રીત | Makai nu shaak banavani rit | Makai nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મકાઈ નું શાક બનાવવાની રીત - Makai nu shaak banavani rit શીખીશું. મકાઈ ના આ શાક ને તમે અંગારા મકાઈ, દમ મકાઈ મસાલા જેવાનામ થી પણ ઓળખાય છે, વરસાદ ની સીઝન માં લીલી મકાઈ ખાવા ની ખૂબ મજા આવતી હોય છે. શેકેલી અને બાફેલી મકાઈ ની તો આપણે ઘણી મજા લીધી હોય છે આજ આપણે એજ મકાઈ માંથીપંજાબી શાક બનાવવાની રીત શીખીશું જે આપને હોટલ અને ઢાબા માં તો ઘણી વખત જમ્યા હસુ પણઆજ આપણે ઘરે એજ શાક બનાવવાની રીત શીખીશું. તો ચાલો Makai nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course panjabi recipe in gujarati, પંજાબી શાક, પંજાબી શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મકાઈ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 1-2 ચમચી ઘી
  • 1 કપ ઝીણીસુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 4-5 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી કાશ્મીરીલાલ મરચાની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • 1-2 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 2 કપ બાફેલીમ કાઈ
  • ¼ કપ કાજુ મગજ ની પેસ્ટ ( કાજુ 10-15 અને મગજ ના બીજ1-2 ચમચી ગરમ પાણી માં અડધો કલાક પલાળી લીધા બાદ પીસી ને પેસ્ટ તૈયારકરવી )
  • 2-3 ચમચી છીણેલું પનીર
  • 3 ચમચી મોરો માવો
  • 1 ચમચી છીણેલું ચીઝ
  • 3-4 ચમચી લીલાધાણા સુધારેલા
  • 1 કોલસો
  • પાન કોબીનું પાંદ / વાટકી
  • પાણી જરૂર મુજબ

Instructions
 

મકાઈ નું શાક બનાવવાની રીત| Makai nu shaak banavani rit | Makai nu shaak recipe in gujarati

  • મકાઈ નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક બાજુ કોલસો મૂકી ધીમા તાપે કોલસા ને ગરમ કરવા મૂકોને બીજા ગેસ પર એક કડાઈ માં તેલ અને ઘી નાખો ને ગરમ કરો તેલ ઘી ગરમ થાય એટલે એમાં ઝીણીસુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો. ડુંગળી અડધી શેકાઈ જાય અનેનરમ થઇ જાય એટલે એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી ને શેકી લ્યો.
  • ડુંગળી ને બીજી સામગ્રી શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચા નીપેસ્ટ, હળદર,ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને કસુરી મેથી નાખીમિક્સ કરી બે મિનિટ શેકી લ્યો. મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાંબાફેલી મકાઈ નાખી મિક્સ કરી લ્યો.
  • મકાઈ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં પાણી એક કપ નાખી ફરીથી બરોબર મિક્સ કરી ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં કાજુ મગજ ના બીજ ની પેસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દયો.
  • પાંચ મિનિટ પછી એમાં છીણેલું પનીર, મોરો માવો નાખી બરોબર મિક્સ કરી ને બે ચાર મિનિટ ચડવા દયો. ચાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો. અને ગેસ ધીમો કરી નાખો. હવે કડાઈ માં પાનકોબી નું પાંદઅથવા વાટકી મૂકી એમાં ગરમ કોલસો મૂકી એના પર એક ચમચી ઘી નાખી ઢાંકી ને પાંચ મિનિટ એમજ રહેવા દયો.
  • પાંચ મિનિટ પછી એમાં છીણેલું ચીઝ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને નાન, પરોઠા કે રોટલી સાથે ઉપર ચીઝછીણેલું નાખી ને સર્વ કરો મકાઈ નું શાક.

Makai nu shaak recipe in gujarati notes

  • અહીતમે જો મોરો માવો ના હોય તો ના નાખો તો પણ ચાલે.
  • કાજુ મગજ ની પેસ્ટ બનાવવા કાજુ અને મજગ ના બીજ ને ગરમ પાણી માં અડધી કલાક પલાડી મૂકો અને અડધા કલાક પછી પાણી નિતારી મિક્સર જાર માં નાખી પીસી લ્યો ને પીસવા માટે જરૂર મુજબપાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લેવી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો