Go Back
+ servings
ઘઉં સોજી ના પેંડા - ઘઉં સોજી ના પેંડા બનાવવાની રીત - Ghau soji na penda banavani rit - Ghau soji na penda recipe in gujarati

ઘઉં સોજી ના પેંડા બનાવવાની રીત | Ghau soji na penda banavani rit | Ghau soji na penda recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઘઉં સોજી ના પેંડા બનાવવાની રીત - Ghau soji na penda banavani rit શીખીશું. આ પેંડા આપણે દૂધ કે માવા વગર બનાવવાની રીત શીખીશું, જે લોકો માવા ની વાનગી એ નથી ખાતા એમનેમાટે આ પેંડા ખૂબ પસંદ આવે છે. જે કોઈ નાના મોટા પ્રસંગ પર બનાવીને તમે મજા લઈ શકો છો તો ચાલો Ghau soji na penda recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course gujarati mithai recipe, mithai recipe, penda, penda banavani rit, penda recipe, penda recipe in gujarati, sweet recipe in gujarati, મીઠાઈ બનાવવાની રીત
Cuisine Indian
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 kadai

Ingredients
  

ઘઉં સોજી ના પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ¼ કપ ઝીણી સોજી
  • 5 ચમચી ઘી
  • 2 ચમચી મગતરી ના બીજ
  • 2-3 ચમચી પિસ્તા ની કતરણ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ચમચી પીસેલી ખાંડ

Instructions
 

ઘઉં સોજી ના પેંડા બનાવવાની રીત | Ghau soji na penda banavani rit | Ghau soji na penda recipe in gujarati

  • ઘઉં સોજી ના પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ઝીણી સોજી નાખી હલાવી ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો સોજીને બે મિનિટ શેકી લીધા બાદ એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે બીજી બે ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ઘઉં નો લોટ અને સોજી ને ધીમા તાપે હલવતા રહો ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં મગતરીના બીજ અને પિસ્તા ની કતરણ નાખી બરોબર શેકી લ્યો બને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુંધી શેકી લ્યો. બરોબર શેકાઈજાય એટલે ગેસ બંધ કરી ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ફેલાવી ને  ઠંડા થવા દયો.
  • મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખો બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણ બરોબરથઈ જાય એટલે એમાંથી જે સાઇઝ ના પેંડા બનાવવા હોય એ સાઇઝ ના લુવા ને લ્યો અને હથેળીવડે ગોળ કરી થોડું દબાવી ને પેંડા નો આકાર આપો ઉપર મગતરી ના બીજ અને પિસ્તા ની કતરણમૂકો ને થોડું દબાવી નાખો આમ બધા જ પેંડા તૈયાર કરી લ્યો  અને મજા લ્યો ઘઉં સોજી ના પેંડા.

Ghau soji na penda recipe in gujarati notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછો કરાવી શકો છો.
  • ઘઉંના સોજી ને બરોબર શેકી ને એની કચાસ દુર કરી નાખવી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો