Go Back
+ servings
bread pakora recipe - bread pakoda banavani rit - બ્રેડ પકોડા - bread pakora recipe in gujarati - બ્રેડ પકોડા બનાવવાની રીત

બ્રેડ પકોડા | bread pakora recipe | bread pakoda banavani rit | bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે બ્રેડ પકોડા બનાવવાની રીત - bread pakoda banavani rit શીખીશું, વરસાદી માહોલ માં ભજીયા, પકોડા અને ચાર્ટ ખાવા ની જે મજા છે એ તો વર્ણવી ના શકાય સાચું ને? આજ આપણે એવા જ બધા ને પસંદ હોય એવા બ્રેડ પકોડા ઘરે બનાવવાની રીત શીખીશું તોચાલો bread pakora recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course nasta, nasto banavani rit, નાસ્તો, હળવો નાસ્તો
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 કડાઈ

Ingredients
  

બ્રેડ પકોડા માટે બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બેસન
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચા નો પાઉડર
  • ચમચી હિંગ
  • 1 ચપટી બેકિંગ સોડા
  • 1 કપ પાણી

પકોડા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1 ઇંચ આદુ
  • 7-8 લસણની કણી
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 4-5 બાફેલા બટાકા
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ટમેટા સોસ જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ

Instructions
 

bread pakoda banavani rit | bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત

  • બ્રેડ પકોડા બનાવવા માટે સૌ આપણે બેસન નું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ બટાકાનું સ્ટફિંગ તૈયાર કરી લઈ ને બ્રેડ ની સ્લાઈસ પર સોસ અને ચટણી લગાવી બરફનું સ્ટફિંગ લાગવી પેક કરી બેસન ના મિશ્રણ માં બોળી ગરમ તેલ માં તરી ને તૈયાર કરીશું બ્રેડ પકોડા.

બેસન નું મિશ્રણ બનાવવાની રીત

  • એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ હિંગ, હળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખો સાથે થોડું થોડુ કરી ને પાણી નાખતા જઈ મિક્સ કરતા જાઓ ને મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને એક બાજુ ઢાંકી ને એક બાજુ મૂકો.

બટાકા નું સ્ટફિંગ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો સાથે લીલા મરચા, લસણ અને આદુની પેસ્ટ કરી નેનાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણાજીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડરનાખી મિક્સ કરી શેકી લ્યો.
  • હવે એમાં બાફેલા બટાકા ને મેસ કરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બે ચાર મિનિટ શેકી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બીજી થાળી માં કાઢી ને સ્ટફિંગ ને ઠંડુ થવા દયો.

બ્રેડ પકોડા બનાવવાની રીત

  • બ્રેડની સ્લાઈસ લ્યો એક બ્રેડ ની સ્લાઈસ પર લીલી ચારણી લગાવો અને બીજી સ્લાઈસ પર સોસ લગાવીલ્યો ને સોસ ઉપર તૈયાર કરેલ સ્ટફિંગ લગાવી લ્યો હવે લીલી ચટણી વાળી સ્લાઈસ ને સ્ટફિંગ પર મૂકી થોડી દબાવી ને ચાકુ થી કાપી ને ત્રિકોણ કે લંબ ચોરસ કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બેસન ના  મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બ્રેડ ની સ્લાઈસ બેસનના મિશ્રણ માં  બોળી ને ગરમ તેલ માં નાખો ને મિડીયમ તાપે બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડનતરી લીધા બાદ કાઢી લ્યો
  • આમ બધાજ બ્રેડ પકોડા ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ વરસતા વરસાદ ચટણી ને સોસ સાથે મજા લ્યો બ્રેડ પકોડા.

bread pakora recipe in gujarati notes

  • અહીં બ્રેડ તમે ઘઉંની કે મલ્ટી ગ્રેન બ્રેડ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ ના બટાકા નો મસાલો તમે વઘારિયા વગર પણ બનાવી ને તૈયાર કરી શકો છો.
  • બ્રેડને બેસન ના મિશ્રણ માં બોળી ને તમે તવી પર તેલ લગાવી ને શેકી ને પણ પકોડા તૈયાર કરીશકો છો એક બાજુ શેકી તેલ લગાવી બીજી બાજુ ઉથલાવી ને ચડાવી ને તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો