Go Back
+ servings
દલિયા ખીચડી - દલિયા ખીચડી બનાવવાની રીત - daliya recipe in gujarati - Daliya khichdi banavani rit - Daliya khichdi recipe in gujarati - Daliya in gujarati

દલિયા ખીચડી | દલિયા ખીચડી બનાવવાની રીત | Daliya khichdi banavani rit | daliya recipe in gujarati | Daliya in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે દલિયા ખીચડી બનાવવાની રીત  - daliya recipe in gujarati શીખીશું. દલિયા બનાવવાની રીત - Daliya banavani rit હેલ્થી હોવાથી નાના મોટા બધી ઉંમરના લોકો ખાઈ શકે છે, અને ડાયટ માં પણ ખાઈ શકાય એવી વાનગી છે જેમાંથી સ્વીટ વાનગી પણ બનાવી શકો છોઅને શાકભાજી નાખી ખીચડી, ઉપમા જેવી વાનગી બનાવી ને પણ ખાઈ શકાયછે આજ આપણે શાકભાજી થી ભરપુર ખીચડી બનાવશું. તો ચાલો Daliya khichdi banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course lunch and dinner recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients
  

દલિયા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ દલિયા
  • 3-4 ચમચી ઘી / તેલ
  • 1 ચમચી જીરું
  • 2-3 લીલામરચા સુધારેલા
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી આદુપેસ્ટ
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 ઝીણા સમારેલા ટામેટા
  • ½ કપ બટાકાના કટકા
  • ¼ કપ વટાણા
  • ½ કપ ગાજર ના કટકા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 4 પાણી 4 કપ

Instructions
 

દલિયા | Daliya in gujarati |  દલિયા બનાવવાની રીત | દલિયા ખીચડી બનાવવાની રીત | Daliya khichdi banavani rit | daliya recipe in gujarati

  • દલિયા ખીચડી બનાવવા સૌપ્રથમ દલિયા ને સાફ કરી ચારણી વડે ચાળી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ દલિયા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો. દલિયા ગોલ્ડન થવા લાગે એટલે ગેસ બંધ કરીબીજા વાસણમાં કાઢી લ્યો ને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી પાણી નીતરવા ચારણી માં મૂકી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો. કુકર માં તેલ  કે ઘી નાખી તેલ કે ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. ડુંગળી શેકાય જાય ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ટમેટાચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બટાકા સુધારેલ,વટાણા, ગાજર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને ચારપાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી એમાં નીતારેલ દલિયા અનેગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી ને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો.
  • પાંચ મિનિટ પછી એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો ને ફરી જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો ત્યારબાદ કુકર બંધ કરી ગેસ મિડીયમ કરી એક સીટી વગાડી લ્યો. એક સીટી વાગી જાય એટલે ગેસ ધીમો કરી બીજી બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો.
  • કુકરમાંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઉપરથી એકાદ ચમચી ઘી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો દલિયા ખચડી.

daliya recipe in gujarati notes

  • અહી તમે દલિયા ને શેકો નહિ ને એમજ ધોઇ ને પણ વાપરી શકો છો.
  • શાકમાં તમને જે પસંદ હોય એ નાખી શકો છો.
  • પાણી હમેશા થોડું વધારે નાખવાનું રહેશે.
  • તમે કડાઈ કે તપેલી માં પણ આ ખીચડી બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો