જય શ્રી કૃષ્ણ આજ આપણે દલિયા ખીચડી બનાવવાની રીત – daliya recipe in gujarati શીખીશું. દલિયા બનાવવાની રીત – Daliya banavani rit હેલ્થી હોવાથી નાના મોટા બધી ઉંમરના લોકો ખાઈ શકે છે, Please subscribe Ghar Ka Swad YouTube channel If you like the recipe, અને ડાયટ માં પણ ખાઈ શકાય એવી વાનગી છે જેમાંથી સ્વીટ વાનગી પણ બનાવી શકો છો અને શાકભાજી નાખી ખીચડી, ઉપમા જેવી વાનગી બનાવી ને પણ ખાઈ શકાય છે આજ આપણે શાકભાજી થી ભરપુર ખીચડી બનાવશું. તો ચાલો Daliya khichdi banavani rit શીખીએ.
દલિયા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી
- દલિયા 1 કપ
- ઘી / તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- ઝીણા સમારેલા ટામેટા 2-3
- બટાકા ના કટકા ½ કપ
- વટાણા ¼ કપ
- ગાજર ના કટકા ½ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- પાણી 4 કપ
દલિયા ખીચડી બનાવવાની રીત | Daliya in gujarati
દલિયા ખીચડી બનાવવા સૌપ્રથમ દલિયા ને સાફ કરી ચારણી વડે ચાળી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ દલિયા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો. દલિયા ગોલ્ડન થવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો ને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી પાણી નીતરવા ચારણી માં મૂકી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો. કુકર માં તેલ કે ઘી નાખી તેલ કે ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. ડુંગળી શેકાય જાય ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ટમેટા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બટાકા સુધારેલ, વટાણા, ગાજર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી એમાં નીતારેલ દલિયા અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી ને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો.
પાંચ મિનિટ પછી એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો ને ફરી જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો ત્યાર બાદ કુકર બંધ કરી ગેસ મિડીયમ કરી એક સીટી વગાડી લ્યો. એક સીટી વાગી જાય એટલે ગેસ ધીમો કરી બીજી બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો.
કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઉપરથી એકાદ ચમચી ઘી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો દલિયા ખચડી.
daliya recipe in gujarati notes
- અહી તમે દલિયા ને શેકો નહિ ને એમજ ધોઇ ને પણ વાપરી શકો છો.
- શાક માં તમને જે પસંદ હોય એ નાખી શકો છો.
- પાણી હમેશા થોડું વધારે નાખવાનું રહેશે.
- તમે કડાઈ કે તપેલી માં પણ આ ખીચડી બનાવી શકો છો.
Daliya khichdi banavani rit | Recipe Video
Youtube પર Ghar Ka Swad ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
daliya recipe in gujarati
દલિયા ખીચડી | દલિયા ખીચડી બનાવવાની રીત | Daliya khichdi banavani rit | daliya recipe in gujarati | Daliya in gujarati
Equipment
- 1 કુકર
Ingredients
દલિયા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ દલિયા
- 3-4 ચમચી ઘી / તેલ
- 1 ચમચી જીરું
- 2-3 લીલામરચા સુધારેલા
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી આદુપેસ્ટ
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 ઝીણા સમારેલા ટામેટા
- ½ કપ બટાકાના કટકા
- ¼ કપ વટાણા
- ½ કપ ગાજર ના કટકા
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- 4 પાણી 4 કપ
Instructions
દલિયા | Daliya in gujarati | દલિયા બનાવવાની રીત | દલિયા ખીચડી બનાવવાની રીત | Daliya khichdi banavani rit | daliya recipe in gujarati
- દલિયા ખીચડી બનાવવા સૌપ્રથમ દલિયા ને સાફ કરી ચારણી વડે ચાળી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ દલિયા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો. દલિયા ગોલ્ડન થવા લાગે એટલે ગેસ બંધ કરીબીજા વાસણમાં કાઢી લ્યો ને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી પાણી નીતરવા ચારણી માં મૂકી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો. કુકર માં તેલ કે ઘી નાખી તેલ કે ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. ડુંગળી શેકાય જાય ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ટમેટાચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બટાકા સુધારેલ,વટાણા, ગાજર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને ચારપાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી એમાં નીતારેલ દલિયા અનેગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી ને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો.
- પાંચ મિનિટ પછી એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો ને ફરી જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો ત્યારબાદ કુકર બંધ કરી ગેસ મિડીયમ કરી એક સીટી વગાડી લ્યો. એક સીટી વાગી જાય એટલે ગેસ ધીમો કરી બીજી બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો.
- કુકરમાંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ખીચડી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઉપરથી એકાદ ચમચી ઘી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો દલિયા ખચડી.
daliya recipe in gujarati notes
- અહી તમે દલિયા ને શેકો નહિ ને એમજ ધોઇ ને પણ વાપરી શકો છો.
- શાકમાં તમને જે પસંદ હોય એ નાખી શકો છો.
- પાણી હમેશા થોડું વધારે નાખવાનું રહેશે.
- તમે કડાઈ કે તપેલી માં પણ આ ખીચડી બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મકાઈ નું શાક બનાવવાની રીત | Makai nu shaak banavani rit | Makai nu shaak recipe in gujarati
બેસન કરેલા નું શાક બનાવવાની રીત | besan karela nu shaak banavani rit
ભાખરી બનાવવાની રીત | bhakhri banavani rit | gujarati bhakri recipe
રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit | rajma chawal recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.