Go Back
+ servings
rajgara no shiro - rajgara no shiro recipe - રાજગરાનો શીરો - રાજગરાનો શીરો બનાવવાની રીત - rajgira no shiro - rajgira no shiro recipe - rajgira no shiro recipe in gujarati

rajgara no shiro | rajgara no shiro recipe | રાજગરાનો શીરો | રાજગરાનો શીરો બનાવવાની રીત | rajgira no shiro | rajgira no shiro recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે રાજગરાનો શીરો બનાવવાની રીત - rajgara no shiro recipe in gujarati શીખીશું. આ શીરો વ્રત ઉપવાસમાંઅથવા પ્રસાદ માં બનાવી ને ખાઈ શકાય છે, રાજગરા ને રામદાણા પણ કહેવાય છે. જે ગુલ્ટન ફ્રી હોય છે. જે બનાવો ખૂબ સરળ અને ઝડપી છેતો ચાલો રાજગરા નો શીરો બનાવવાની રીત - rajgara no shiro banavani rit - rajgira no shiro recipe શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course gujarati sweets, sweet recipe in gujarati
Cuisine Indian
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

રાજગરાનો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ રાજગરાનો લોટ
  • ½ કપ ઘી
  • 1 ½ કપ ફૂલક્રીમ દૂધ
  • ¾ કપ ખાંડ
  • ½ ચમચી એલચી પાઉડર
  • 2-3 ચમચી કીસમીસ
  • 3-4 ચમચી બદામના કટકા
  • 3-4 ચમચી કાજુના કટકા
  • 1 ચમચી સૂકાગુલાબ ના પાન

Instructions
 

rajgara no shiro | rajgara no shiro recipe | રાજગરાનો શીરો | rajgira no shiro | rajgira no shiro recipe

  • રાજગરાનો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બદામ ના કટકા નાખી ને ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એમાં કીસમીસ નાખીને શેકી ને કાઢી લ્યો .
  • હવે ગરમ ઘી માં રાજગરા નો લોટ ચાળી ને નાખો ને ધીમા તાપે શેકી લ્યો અને લોટ ને ધીમા તાપે શેકી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો . લોટ ગોલ્ડન થાય એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ થોડું થોડુ નાખી મિક્સ કરતા રહો જેથીગાંઠા ના પડે.
  • દૂધ બધુ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી ને ખાંડ ઓગળી ને બરોબર મિક્સ થઈ જાય ત્યાં સુંધી શેકતા રહો.
  • શીરોબરોબર શેકાઈ જાય ને ઘી અલગ થાય ત્યાં સુંધી હલાવતા રહી ને શેકી લ્યો. શીરા માંથી ઘી અલગ થવા લાગેએટલે એમાં એલચી પાઉડર, શેકી રાખેલ કાજુ, બદામ અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ને ડ્રાય ફ્રુટ ની કતરણઅને સૂકા ગુલાબ ની પાંદડી છાંટી ગાર્નિશ કરી સર્વ કરો રાજગરા નો શીરો.

rajgara no shiro recipe notes

  • શીરા માટે જે માપ બતાવેલ છે એ મુજબ ની સામગ્રી વાપરશો તો શીરો બરોબર બનશે.
  • રાજગરા નો લોટ ધીમા તાપે શેકો જેથી શીરા નો સ્વાદ સારો લાગશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો