જય શ્રી કૃષ્ણ આજ આપણે રાજગરાનો શીરો બનાવવાની રીત – rajgara no shiro recipe in gujarati શીખીશું. આ શીરો વ્રત ઉપવાસમાં અથવા પ્રસાદ માં બનાવી ને ખાઈ શકાય છે, Please subscribe Krishna’s Cuisine YouTube channel If you like the recipe , રાજગરા ને રામદાણા પણ કહેવાય છે. જે ગુલ્ટન ફ્રી હોય છે. જે બનાવો ખૂબ સરળ અને ઝડપી છે તો ચાલો રાજગરા નો શીરો બનાવવાની રીત – rajgara no shiro banavani rit – rajgira no shiro recipe શીખીએ.
રાજગરાનો શીરો બનાવવા જરૂરી સામગ્રી
- રાજગરા નો લોટ 1 કપ
- ઘી ½ કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 ½ કપ
- ખાંડ ¾ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- કીસમીસ 2-3 ચમચી
- બદામ ના કટકા 3-4 ચમચી
- કાજુના કટકા 3-4 ચમચી
- સૂકા ગુલાબ ના પાન 1 ચમચી
rajgara no shiro recipe in gujarati | rajgira no shiro recipe
રાજગરા નો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બદામ ના કટકા નાખી ને ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એમાં કીસમીસ નાખી ને શેકી ને કાઢી લ્યો .
હવે ગરમ ઘી માં રાજગરા નો લોટ ચાળી ને નાખો ને ધીમા તાપે શેકી લ્યો અને લોટ ને ધીમા તાપે શેકી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો . લોટ ગોલ્ડન થાય એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ થોડું થોડુ નાખી મિક્સ કરતા રહો જેથી ગાંઠા ના પડે.
દૂધ બધુ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી ને ખાંડ ઓગળી ને બરોબર મિક્સ થઈ જાય ત્યાં સુંધી શેકતા રહો.
શીરો બરોબર શેકાઈ જાય ને ઘી અલગ થાય ત્યાં સુંધી હલાવતા રહી ને શેકી લ્યો. શીરા માંથી ઘી અલગ થવા લાગે એટલે એમાં એલચી પાઉડર, શેકી રાખેલ કાજુ, બદામ અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ને ડ્રાય ફ્રુટ ની કતરણ અને સૂકા ગુલાબ ની પાંદડી છાંટી ગાર્નિશ કરી સર્વ કરો રાજગરા નો શીરો.
rajgara no shiro recipe notes
- શીરા માટે જે માપ બતાવેલ છે એ મુજબ ની સામગ્રી વાપરશો તો શીરો બરોબર બનશે.
- રાજગરા નો લોટ ધીમા તાપે શેકો જેથી શીરા નો સ્વાદ સારો લાગશે.
રાજગરાનો શીરો બનાવવાની રીત | recipe video
Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
rajgara no shiro banavani rit
rajgara no shiro | rajgara no shiro recipe | રાજગરાનો શીરો | રાજગરાનો શીરો બનાવવાની રીત | rajgira no shiro | rajgira no shiro recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
રાજગરાનો શીરો બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ રાજગરાનો લોટ
- ½ કપ ઘી
- 1 ½ કપ ફૂલક્રીમ દૂધ
- ¾ કપ ખાંડ
- ½ ચમચી એલચી પાઉડર
- 2-3 ચમચી કીસમીસ
- 3-4 ચમચી બદામના કટકા
- 3-4 ચમચી કાજુના કટકા
- 1 ચમચી સૂકાગુલાબ ના પાન
Instructions
rajgara no shiro | rajgara no shiro recipe | રાજગરાનો શીરો | rajgira no shiro | rajgira no shiro recipe
- રાજગરાનો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બદામ ના કટકા નાખી ને ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એમાં કીસમીસ નાખીને શેકી ને કાઢી લ્યો .
- હવે ગરમ ઘી માં રાજગરા નો લોટ ચાળી ને નાખો ને ધીમા તાપે શેકી લ્યો અને લોટ ને ધીમા તાપે શેકી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો . લોટ ગોલ્ડન થાય એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ થોડું થોડુ નાખી મિક્સ કરતા રહો જેથીગાંઠા ના પડે.
- દૂધ બધુ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી ને ખાંડ ઓગળી ને બરોબર મિક્સ થઈ જાય ત્યાં સુંધી શેકતા રહો.
- શીરોબરોબર શેકાઈ જાય ને ઘી અલગ થાય ત્યાં સુંધી હલાવતા રહી ને શેકી લ્યો. શીરા માંથી ઘી અલગ થવા લાગેએટલે એમાં એલચી પાઉડર, શેકી રાખેલ કાજુ, બદામ અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ને ડ્રાય ફ્રુટ ની કતરણઅને સૂકા ગુલાબ ની પાંદડી છાંટી ગાર્નિશ કરી સર્વ કરો રાજગરા નો શીરો.
rajgara no shiro recipe notes
- શીરા માટે જે માપ બતાવેલ છે એ મુજબ ની સામગ્રી વાપરશો તો શીરો બરોબર બનશે.
- રાજગરા નો લોટ ધીમા તાપે શેકો જેથી શીરા નો સ્વાદ સારો લાગશે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મોતી પાક બનાવવાની રીત | Moti pak banavani rit | Moti pak recipe in gujarati