Go Back
+ servings
લીંબુ નું અથાણું - લીંબુ નું અથાણું બનાવવાની રીત - Limbu nu athanu - Limbu nu athanu banavani rit - Limbu nu athanu recipe in gujarati

લીંબુ નું અથાણું | Limbu nu athanu | લીંબુ નું અથાણું બનાવવાની રીત | Limbu nu athanu banavani rit | Limbu nu athanu recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવવાની રીત - Limbu nu athanu banavani rit રીત શીખીશું. આ અથાણું ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે, અને ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે જેને રોટલી, પરોઠા, ભાત સાથે સર્વ કરી શકો છો અને ટિફિન કે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો તો ચાલો ખાટું મીઠું લીંબુનું અથાણું બનાવવાની રીત - Limbu nu athanu recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course athanu, athanu banavani recipe, athanu banavani rit, athanu in gujarati, athanu recipe, athanu recipe in gujarati, અથાણું, અથાણું બનાવવાની રીત
Cuisine Indian
Servings 250 ગ્રામ

Equipment

  • 1 કુકર

Ingredients
  

લીંબુ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ પાતળી છાલ વાળા લીંબુ
  • 200 ગ્રામ ખાંડ
  • 2-3 ચમચી તેલ
  • 3 ચમચી વરિયાળી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી મરી
  • 2-3 લવિંગ
  • ½ ચમચી હળદર
  • 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી

Instructions
 

 લીંબુ નું અથાણું બનાવવાની રીત | Limbu nu athanu banavani rit | Limbu nu athanu recipe in gujarati

  • લીંબુ નું અથાણું બનાવવા સૌપ્રથમ પાકેલ અને પાતળી છાલ વાળા લીંબુ લ્યો એને દસ પંદર મિનિટ પાણી માં પલાળી મુકો ત્યાર બાદ ઘસી ને ધોઇ લ્યો ને કપડાથી લુછી લ્યો. હવે ચાકુ થી એક લીંબુ ના છથી આઠ એક સરખા ભાગ કરી કટકા કરી લ્યો ને વચ્ચે રહેલ બીજ અલગ કરી નાખો આમ બધા લીંબુના કટકા કરી લ્યો.
  • હવે સ્ટીલ નું કુકર અથવા જાડા તરીયા વાળી સ્ટીલ ની કડાઈ લ્યો ત્યાર બાદ એમાં તેલ  નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ લીંબુ નાખી બરોબર મિક્સકરી લ્યો ત્યાર બાદ જો કુકર માં મૂકો તો બે સીટી વગાડી ગેસ બંધ કરી નાખો ને જો કડાઈમાં કરતા હો તો લીંબુ નરમ થાય ત્યાં સુંધી ચડવા દયો.
  • લીંબુ ચડે ત્યાં સુંધી બીજા ગેસ પર એક કડાઈમાં વરિયાળી, જીરું, મરી અને લવિંગનાખી ને ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. બધી સામગ્રી બરોબર ઠંડીથાય એટલે મિક્સર જારમાં નાખી ને દરદરી પીસી લ્યો. અને એક બાજુમૂકો હવે એક કડાઈ માં ખાંડ નાખી ખાંડ પલડે એટલું પાણી નાખી મિક્સ કરો ગેસ પર મૂકો નેખાંડ ને ઓગળી ને એક તાર ની ચાસણી બનાવી લ્યો.
  • ચાસણી એક તાર ની બની જાય એટલે એમાં પીસી રાખેલ મસાલો, હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સંચળ નાખી બરોબરમિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ લીંબુ નાખી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
  • મિશ્રણ માં પાંચ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી નાખો ઠંડો થવા દયો અથાણું ઠંડુ થાય એટલેએર ટાઈટ સાફ કોરી બોટલ માં ભરી ને મજા લ્યો લીંબુ નું અથાણું.

Limbu nu athanu recipe in gujarati notes

  • અહીં લીંબુ ને સ્ટીલ ના વાસણમાં જ બાફવા એલ્યુમિનિયમ ના વાસણમાં ના બાફવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો