જય શ્રી કૃષ્ણ આજ આપણે ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવવાની રીત – Limbu nu athanu banavani rit રીત શીખીશું. આ અથાણું ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે, Please subscribe Rakhis Rasoi YouTube channel If you like the recipe, અને ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે જેને રોટલી, પરોઠા, ભાત સાથે સર્વ કરી શકો છો અને ટિફિન કે પ્રવાસ માં પણ સાથે લઈ જઈ શકો છો તો ચાલો ખાટું મીઠું લીંબુનું અથાણું બનાવવાની રીત – Limbu nu athanu recipe in gujarati શીખીએ.
લીંબુ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- પાતળી છાલ વાળા લીંબુ 250 ગ્રામ
- ખાંડ 200 ગ્રામ
- તેલ 2-3 ચમચી
- વરિયાળી 3 ચમચી
- જીરું 1 ચમચી
- મરી 1 ચમચી
- લવિંગ 2-3
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી
લીંબુ નું અથાણું બનાવવાની રીત
લીંબુ નું અથાણું બનાવવા સૌપ્રથમ પાકેલ અને પાતળી છાલ વાળા લીંબુ લ્યો એને દસ પંદર મિનિટ પાણી માં પલાળી મુકો ત્યાર બાદ ઘસી ને ધોઇ લ્યો ને કપડાથી લુછી લ્યો. હવે ચાકુ થી એક લીંબુ ના છ થી આઠ એક સરખા ભાગ કરી કટકા કરી લ્યો ને વચ્ચે રહેલ બીજ અલગ કરી નાખો આમ બધા લીંબુ ના કટકા કરી લ્યો.
હવે સ્ટીલ નું કુકર અથવા જાડા તરીયા વાળી સ્ટીલ ની કડાઈ લ્યો ત્યાર બાદ એમાં તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ લીંબુ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જો કુકર માં મૂકો તો બે સીટી વગાડી ગેસ બંધ કરી નાખો ને જો કડાઈ માં કરતા હો તો લીંબુ નરમ થાય ત્યાં સુંધી ચડવા દયો.
લીંબુ ચડે ત્યાં સુંધી બીજા ગેસ પર એક કડાઈમાં વરિયાળી, જીરું, મરી અને લવિંગ નાખી ને ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. બધી સામગ્રી બરોબર ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી ને દરદરી પીસી લ્યો. અને એક બાજુ મૂકો હવે એક કડાઈ માં ખાંડ નાખી ખાંડ પલડે એટલું પાણી નાખી મિક્સ કરો ગેસ પર મૂકો ને ખાંડ ને ઓગળી ને એક તાર ની ચાસણી બનાવી લ્યો.
ચાસણી એક તાર ની બની જાય એટલે એમાં પીસી રાખેલ મસાલો, હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સંચળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ લીંબુ નાખી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
મિશ્રણ માં પાંચ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી નાખો ઠંડો થવા દયો અથાણું ઠંડુ થાય એટલે એર ટાઈટ સાફ કોરી બોટલ માં ભરી ને મજા લ્યો લીંબુ નું અથાણું.
Limbu nu athanu recipe in gujarati notes
- અહીં લીંબુ ને સ્ટીલ ના વાસણમાં જ બાફવા એલ્યુમિનિયમ ના વાસણમાં ના બાફવા.
Limbu nu athanu banavani rit | Recipe Video
Youtube પર Rakhis Rasoi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Limbu nu athanu recipe in gujarati

લીંબુ નું અથાણું | Limbu nu athanu | લીંબુ નું અથાણું બનાવવાની રીત | Limbu nu athanu banavani rit | Limbu nu athanu recipe in gujarati
Equipment
- 1 કુકર
Ingredients
લીંબુ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ પાતળી છાલ વાળા લીંબુ
- 200 ગ્રામ ખાંડ
- 2-3 ચમચી તેલ
- 3 ચમચી વરિયાળી
- 1 ચમચી જીરું
- 1 ચમચી મરી
- 2-3 લવિંગ
- ½ ચમચી હળદર
- 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી
Instructions
લીંબુ નું અથાણું બનાવવાની રીત | Limbu nu athanu banavani rit | Limbu nu athanu recipe in gujarati
- લીંબુ નું અથાણું બનાવવા સૌપ્રથમ પાકેલ અને પાતળી છાલ વાળા લીંબુ લ્યો એને દસ પંદર મિનિટ પાણી માં પલાળી મુકો ત્યાર બાદ ઘસી ને ધોઇ લ્યો ને કપડાથી લુછી લ્યો. હવે ચાકુ થી એક લીંબુ ના છથી આઠ એક સરખા ભાગ કરી કટકા કરી લ્યો ને વચ્ચે રહેલ બીજ અલગ કરી નાખો આમ બધા લીંબુના કટકા કરી લ્યો.
- હવે સ્ટીલ નું કુકર અથવા જાડા તરીયા વાળી સ્ટીલ ની કડાઈ લ્યો ત્યાર બાદ એમાં તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ લીંબુ નાખી બરોબર મિક્સકરી લ્યો ત્યાર બાદ જો કુકર માં મૂકો તો બે સીટી વગાડી ગેસ બંધ કરી નાખો ને જો કડાઈમાં કરતા હો તો લીંબુ નરમ થાય ત્યાં સુંધી ચડવા દયો.
- લીંબુ ચડે ત્યાં સુંધી બીજા ગેસ પર એક કડાઈમાં વરિયાળી, જીરું, મરી અને લવિંગનાખી ને ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો. બધી સામગ્રી બરોબર ઠંડીથાય એટલે મિક્સર જારમાં નાખી ને દરદરી પીસી લ્યો. અને એક બાજુમૂકો હવે એક કડાઈ માં ખાંડ નાખી ખાંડ પલડે એટલું પાણી નાખી મિક્સ કરો ગેસ પર મૂકો નેખાંડ ને ઓગળી ને એક તાર ની ચાસણી બનાવી લ્યો.
- ચાસણી એક તાર ની બની જાય એટલે એમાં પીસી રાખેલ મસાલો, હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સંચળ નાખી બરોબરમિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ લીંબુ નાખી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
- મિશ્રણ માં પાંચ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી નાખો ઠંડો થવા દયો અથાણું ઠંડુ થાય એટલેએર ટાઈટ સાફ કોરી બોટલ માં ભરી ને મજા લ્યો લીંબુ નું અથાણું.
Limbu nu athanu recipe in gujarati notes
- અહીં લીંબુ ને સ્ટીલ ના વાસણમાં જ બાફવા એલ્યુમિનિયમ ના વાસણમાં ના બાફવા.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
farali dosa recipe in gujarati | ફરાળી ઢોસા બનાવવાની રીત
કંટોલા નુ શાક | કંકોડાનું શાક | kantola nu shaak | kankoda nu shaak
કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo banavani rit
મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું | mula gajar ane lila marcha nu athanu