Go Back
+ servings
પનીર - પનીર બનાવવાની રીત - paneer banavani rit – paneer - paneer recipe in gujarati

પનીર | paneer | પનીર બનાવવાની રીત | paneer banavani rit | paneer recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે પનીર બનાવવાની રીત - paneer banavani rit શીખીશું. ઘણા ને પ્રશ્ન થશે કે પનીર તો બજાર માં મળી જ રહે છે, તો ઘરે બનાવવાની ઝંઝટ કોણ કરે?પણ આજકાલ બજાર માં મળતી ઘણી સામગ્રીઓ માં મિલાવટ કરવામાં આવતી હોય છેત્યારે પરિવાર ના સ્વાસ્થ્ય ને જોખમ માં નાખવા કરતા ઘરે થોડી મહેનત કરી ચોખું અને મિલાવટવગરની સામગ્રી ખવડાવી શકાય છે તો થોડી મહેનત કરી શકાય. તો ચાલોઆજ આપણે ઘરે પનીર બનાવવાની રીત - paneer recipe in gujarati  શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Resting time 2 hrs
Total Time 2 hrs 30 mins
Course paneer
Cuisine Indian
Servings 400 ગ્રામ

Equipment

  • 1 તપેલી
  • 1 ચારણી
  • 1 કોટન નું પાતળું કપડું

Ingredients
  

પનીર બનાવવા જરૂરી સામગ્રી

  • 2 લીટર ફૂલક્રીમ દૂધ
  • 2 ચમચી લીંબુનો રસ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

પનીર બનાવવાની રીત | paneer banavani rit | paneer recipe in gujarati

  • પનીર બનાવવા સૌપ્રથમ એક વાટકા માં એક કપ પાણી લ્યો અને એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી એકબાજુ મૂકો. હવે એક તપેલીમાં ફૂલ ક્રમ દૂધ નાખો ને તપેલી ને ગેસ પર મૂકી સાફ ચમચા થી હલાવતા રહી દૂધ ઉકળે ત્યાંસુંધી હલાવતા રહી ને ઉકાળો. દૂધ ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી નાખો
  • હવે ગેસ બંધ કર્યા પછી એમાં પાણી માં ઓગળેલા લીંબુ નો રસ થોડો થોડો નાખતા જઈ હલાવતા રહો. જ્યારે પાણી અને છેનો બિલકુલઅલગ થઈ જાય ત્યાં સુંધી હલાવતા રહી હલકા હાથે મિક્સ કરી બને ને અલગ કરી લ્યો.છેના ને અલગ કરી લીધા બાદ એમાં બીજું ઠંડુ પાણી ત્રણ ચાર ગ્લાસ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે તપેલી પર ચારણી મૂકો ને ચારણી માં સાફ કોટન કે મલમલ નું કાપડ મૂકી એમાં ફાડી રાખેલ દૂધ નાખો ત્યાર બાદ ઠંડા પાણી થી પનીરી ને બરોબર બે ત્રણ વખત ધોઇ લ્યો અને કપડાથી થોડું દબાવી ને નીચોવી લ્યો. હવે ચારણી કે થાળી ઊંધી વાળી એના પર કપડા માં રહેલ પનીર મૂકી એક સરખું ફોલ્ડકરી ને મૂકો.
  • એના પર બીજી થાળી મૂકી એના પર વજન વાળી વસ્તુ કે પાણી ભરેલ મોટું વાસણ મૂકી બે કલાક એમજમૂકી દયો. બે કલાક પછીપાણી તૈયાર થઈ જશે જેના ચાકુ થી કટકા કરી જે પણ વાનગી બનાવી હોય એ બનાવી લ્યો.તો તૈયાર છે પનીર.

paneer recipe in gujarati notes

  • દૂધને તમે દહી થી કે વિનેગર થી પણ ફાડી શકો છો.
  • દૂધને ફાડી ને તરત ઠંડા પાણી માં નાખવાથી પનીર સોફ્ટ બને છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો