Go Back
+ servings
મલ્ટીસીડસ મુખવાસ - મલ્ટીસીડસ મુખવાસ બનાવવાની રીત - multi seed mukhwas banavani rit - multi seed mukhwas recipe in gujarati

મલ્ટીસીડસ મુખવાસ | multi seed mukhwas | મલ્ટીસીડસ મુખવાસ બનાવવાની રીત | multi seed mukhwas banavani rit | multi seed mukhwas recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મલ્ટીસીડસ મુખવાસ બનાવવાની રીત - multi seed mukhwas banavani rit શીખીશું. આ મુખવાસ દરેક ગુજરાતી ઘર માં હોય છે અને સવાર બપોર કે રાત્રિના ભોજન પછી ખવાતો હોય છે, આ મુખવાસ ભોજન ને પચાવા ખૂબ મદદ કરે છેને એક વખત બનાવી ને મહિના સુંધી ખાઈ શકાય છે. ગેસ, અપચા જેવી સમસ્યા માં ખુબ જ લાભકારી થાય છે. તો ચાલો multi seed mukhwas recipe in gujarati  શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati mukhvas recipe, mukhwas recipe, mukhwas recipe gujarati, મુખવાસ, મુખવાસ બનાવવાની રીત
Cuisine Indian
Servings 500 ગ્રામ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મલ્ટીસીડ સમુખવાસ બનાવવા જરૂરી સામગ્રી

  • 100 ગ્રામ કાચી વરિયાળી
  • 100 ગ્રામ અડસી
  • 100 ગ્રામ સફેદતલ
  • 2-3 ચમચી કાળા તલ
  • 2 ચમચી અજમો
  • 100 ગ્રામ ધાણા દાળ
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુનો રસ જરૂર મુજબ
  • હળદર જરૂર મુજબ

Instructions
 

મલ્ટીસીડસ મુખવાસ બનાવવાની રીત | multi seed mukhwas banavani rit | multi seed mukhwas recipe in gujarati

  • મલ્ટીસીડસ મુખવાસ બનાવવા સૌપ્રથમ આપણે વરિયાળી ને સાફ કરી એમાં સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને લીંબુ નોરસ એક ચમચી નાખી મિક્સ કરી લેશું ત્યાર બાદ વરિયાળી પલળે એટલું પાણી નાખી મિક્સ કરીપલાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે અડસી ને સાફ કરી ને લ્યો એમાંપણ સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને અડધી ચમચી લીંબુનો રસનાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે સફેદ તલ ને બરોબર સાફ કરી લ્યો એમાં પણ સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને એક ચમચી લીંબુનો રસ સાથે જરૂર મુજબ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યારબાદ કાળા તલ માં સ્વાદ મુજબ મીઠું અને લીંબુ નો રસ પા ચમચી નાખી મિક્સ કરી એક બાજુમૂકો અને ત્યાર બાદ અજમા ને સાફ કરી એમાં પણ અડધી ચમચી લીંબુનો રસ, હળદર બે ચપટી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • બધી સામગ્રી માં મીઠું, હળદર અને લીંબુનો રસ મિક્સ કરી દસ પંદર મિનિટ રહેવા દયો ત્યાર બાદ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં સૌથી પહેલા પલાળેલી વરિયાળી નાખી પહેલા પાંચ મિનિટ ફૂલ તાપે ત્યારબાદ મીડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો વરિયાળી શેકાઈ ને ખાવા માં ક્રિસ્પી લાગવા લાગેત્યાં સુંધી શેકવી. વરિયાળી શેકાઈ જાય એટલે એક થાળી માં કાઢીઠંડી થવા દયો.
  • હવે એજ કડાઈ માં પલાળેલી અડસી નાખી અને પણ ક્રિસ્પી બને ત્યાં સુધી મિડીયમ તાપે શેકી લ્યોને શેકાયેલ અળસી ને એક થાળી માં કાઢી ઠંડી થવા દયો. હવે એજ કડાઈ માં સફેદ તલ અને કાળા તલ નાખીએને પણ હલાવતા રહી શેકી લ્યો. તલ બરોબર શેકાઈ ને તતડવા લાગે ત્યાંસુંધી શેકી લ્યો ત્યાર બાદ એને પણ થાળી માં કાઢી ઠંડા થવા દયો.
  • હવે એજ કડાઈ માં અજમો નાખો એને પણ બરોબર શેકી લ્યો ત્યાર બાદ થાળી માં કાઢી ઠંડો કરી લ્યો. આમ બધી જ સામગ્રી શેકાઈ જાયએટલે થાળી માં કાઢી ઠંડી થવા દયો છેલ્લે એક વાસણમાં બધી જ સામગ્રી નાખો અને સાથે ધાણાદાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો મલ્ટીસીડસ મુખવાસ.

multi seed mukhwas recipe in gujarati Notes

  • અહી અમે રેગ્યુલર જે રીતે મુખવાસ બનતો હોય એ મુજબ ની સામગ્રી નાખેલ છે તમે તમારી પસંદ મુજબની સામગ્રી ની માત્રા વધુ ઓછી કરી શકો છો.
  • અહીમુખવાસ માં તમે છેલ્લે એક ચપટી હિંગ નાખી ને પણ મિક્સ કરી શકો છો જે ગેસ માં ખૂબ લાભકારી થાય છે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો