Go Back
+ servings
મકાઈ ના વડા - મકાઈ ના વડા બનાવવાની રીત - Makai na vada banavani rit - Makai na vada recipe in gujarati

મકાઈ ના વડા | Makai na vada | મકાઈ ના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | Makai na vada recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મકાઈ ના વડા બનાવવાની રીત - Makai na vada banavani rit શીખીશું. આ વડા ને ખાટા વડા કે સાતમ સ્પેશિયલ વડા પણ કહેવાય છે, જે દરેક ગુજરાતી ના ઘરે રાંધણ છઠ્ઠ પર તૈયાર કરી સાતમ ના દિવસે ઠંડા ખાતા હોયછે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે જે ગરમ કે ઠંડા સારા લાગેછે અને પ્રવાસ કે બાળકો ને ટિફિન માં તૈયાર કરી ને પણ આપી શકો છો તો ચાલો Makai na vada recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
fermentation time 8 hrs
Total Time 8 hrs 40 mins
Course nasta, nasta recipe in gujarati, nasto banavani rit, નાસ્તો, સૂકો નાસ્તો બનાવવાની રીત, હળવો નાસ્તો
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મકાઈ ના વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મકાઈનો લોટ
  • 2-3 ચમચી દહીં
  • ખાટી છાસ જરૂર મુજબ
  • ¼ ચમચી હળદર
  • ચમચી હિંગ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી અજમો
  • ½ ઇંચ આદુ ટુકડો
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 7-8 લસણની કણી ( ઓપ્શનલછે )
  • 1-2 ચમચી પીસેલી ખાંડ / ગોળ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સફેદ તલ જરૂર મુજબ
  • મીઠુંસ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions
 

મકાઈ ના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | Makai na vada recipe in gujarati

  • મકાઈ ના વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ખાટી છાસ નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટને પાંચ સાત મિનિટ મસળી ને નરમ કરો ત્યાર બાદ ઢાંકી ને આઠ દસ કલાક આથો આવવા મૂકો.
  • દસ કલાક પછી મિશ્રણ માં આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરુંપાઉડર, આદુ,  લસણ, લીલા મરચા ની પેસ્ટ, એક બેચમચી સફેદ તલ, પીસેલી ખાંડ / ગોળ,અજમો હથેળી વડે મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મકાઈ માં મિશ્રણ માંથી નાના નાના લુવા બનાવી ને વડા બનાવી બને બાજુ સફેદ તલ લગાવી પ્લેટ માં મૂકતા જાઓ. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમોકરી એમાં તૈયાર કરેલ વડા નાખી બે ત્રણ મિનિટ એક બાજુ તરી લ્યો
  • ત્યાર બાદ ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ તરી લ્યો. બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લીધા બાદ કાઢી લ્યો આમ બધા વડાને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો. તારલા વડા ને ગરમ કે ઠંડા કરી ચટણી સાથે કે દહી સાથે મજા લ્યો મકાઈ ના વડા.

Makai na vada recipe in gujarati notes

  • જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • મસાલા વગર તમે સદા વડા પણ બનાવી શકો છો.
  • જેટલો આથો સારો આવશે વડા એટલા જ સોફ્ટ ને ક્રિસ્પી બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો