જય શ્રી કૃષ્ણ આજ આપણે મકાઈ ના વડા બનાવવાની રીત – Makai na vada banavani rit શીખીશું. આ વડા ને ખાટા વડા કે સાતમ સ્પેશિયલ વડા પણ કહેવાય છે, Please subscribe Flora’s Kitchen YouTube channel If you like the recipe, જે દરેક ગુજરાતી ના ઘરે રાંધણ છઠ્ઠ પર તૈયાર કરી સાતમ ના દિવસે ઠંડા ખાતા હોય છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે જે ગરમ કે ઠંડા સારા લાગે છે અને પ્રવાસ કે બાળકો ને ટિફિન માં તૈયાર કરી ને પણ આપી શકો છો તો ચાલો Makai na vada recipe in gujarati શીખીએ.
મકાઈ ના વડા બનાવવા જરૂરી સામગ્રી
- મકાઈ નો લોટ 2 કપ
- દહીં 2-3 ચમચી
- ખાટી છાસ જરૂર મુજબ
- હળદર ¼ ચમચી
- હિંગ ⅛ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- અજમો ½ ચમચી
- આદુ ½ ઇંચ ટુકડો
- લીલા મરચા સુધારેલા 2-3
- લસણ ની કણી 7-8 ( ઓપ્શનલ છે )
- પીસેલી ખાંડ / ગોળ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- સફેદ તલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
મકાઈ ના વડા બનાવવાની રીત
મકાઈ ના વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ખાટી છાસ નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ મસળી ને નરમ કરો ત્યાર બાદ ઢાંકી ને આઠ દસ કલાક આથો આવવા મૂકો.
દસ કલાક પછી મિશ્રણ માં આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આદુ, લસણ, લીલા મરચા ની પેસ્ટ, એક બે ચમચી સફેદ તલ, પીસેલી ખાંડ / ગોળ, અજમો હથેળી વડે મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મકાઈ માં મિશ્રણ માંથી નાના નાના લુવા બનાવી ને વડા બનાવી બને બાજુ સફેદ તલ લગાવી પ્લેટ માં મૂકતા જાઓ. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ વડા નાખી બે ત્રણ મિનિટ એક બાજુ તરી લ્યો
ત્યાર બાદ ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ તરી લ્યો. બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લીધા બાદ કાઢી લ્યો આમ બધા વડા ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો. તારલા વડા ને ગરમ કે ઠંડા કરી ચટણી સાથે કે દહી સાથે મજા લ્યો મકાઈ ના વડા.
Makai na vada recipe in gujarati notes
- જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
- મસાલા વગર તમે સદા વડા પણ બનાવી શકો છો.
- જેટલો આથો સારો આવશે વડા એટલા જ સોફ્ટ ને ક્રિસ્પી બનશે.
Makai na vada banavani rit | Recipe video
Youtube પર Flora’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Makai na vada recipe in gujarati

મકાઈ ના વડા | Makai na vada | મકાઈ ના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | Makai na vada recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મકાઈ ના વડા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ મકાઈનો લોટ
- 2-3 ચમચી દહીં
- ખાટી છાસ જરૂર મુજબ
- ¼ ચમચી હળદર
- ⅛ ચમચી હિંગ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી અજમો
- ½ ઇંચ આદુ ટુકડો
- 2-3 લીલા મરચા સુધારેલા
- 7-8 લસણની કણી ( ઓપ્શનલછે )
- 1-2 ચમચી પીસેલી ખાંડ / ગોળ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- સફેદ તલ જરૂર મુજબ
- મીઠુંસ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
મકાઈ ના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | Makai na vada recipe in gujarati
- મકાઈ ના વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મકાઈ ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ખાટી છાસ નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટને પાંચ સાત મિનિટ મસળી ને નરમ કરો ત્યાર બાદ ઢાંકી ને આઠ દસ કલાક આથો આવવા મૂકો.
- દસ કલાક પછી મિશ્રણ માં આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરુંપાઉડર, આદુ, લસણ, લીલા મરચા ની પેસ્ટ, એક બેચમચી સફેદ તલ, પીસેલી ખાંડ / ગોળ,અજમો હથેળી વડે મસળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મકાઈ માં મિશ્રણ માંથી નાના નાના લુવા બનાવી ને વડા બનાવી બને બાજુ સફેદ તલ લગાવી પ્લેટ માં મૂકતા જાઓ. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમોકરી એમાં તૈયાર કરેલ વડા નાખી બે ત્રણ મિનિટ એક બાજુ તરી લ્યો
- ત્યાર બાદ ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ તરી લ્યો. બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લીધા બાદ કાઢી લ્યો આમ બધા વડાને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો. તારલા વડા ને ગરમ કે ઠંડા કરી ચટણી સાથે કે દહી સાથે મજા લ્યો મકાઈ ના વડા.
Makai na vada recipe in gujarati notes
- જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
- મસાલા વગર તમે સદા વડા પણ બનાવી શકો છો.
- જેટલો આથો સારો આવશે વડા એટલા જ સોફ્ટ ને ક્રિસ્પી બનશે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
દાળવડા બનાવવાની રીત | Dal vada banavani rit | Dal vada recipe in gujarati
મિર્ચી વડા બનાવવાની રીત | mirchi vada banavani rit | mirchi vada recipe in gujarati
પાપડી બનાવવાની રીત | papdi gathiya | papdi gathiya recipe | papdi banavani rit