Go Back
+ servings
ઘઉં ના લાડુ બનાવવાની રીત - ઘઉં ના લાડવા બનાવવાની રીત - ghau na ladoo recipe - ghau na lot na ladoo - ghau na lot na ladoo banavani rit - ghau na lot na ladoo recipe in gujarati

ઘઉં ના લાડુ બનાવવાની રીત | ઘઉં ના લાડવા બનાવવાની રીત | ghau na ladoo recipe | ghau na lot na ladoo | ghau na lot na ladoo banavani rit | ghau na lot na ladoo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઘઉં ના લાડુ બનાવવાની રીત - ઘઉં ના લાડવા બનાવવાની રીત -ghau na ladoo recipe શીખીશું. આ લાડુ ને પંજાબી માંપીનની લાડુ પણ કહેવાય છે,આ લાડુ બનાવવા ખૂબ સરળ છે અને ઘર માં રહેલ સામગ્રીમાંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને તમે નાના મોટા જમણ માં આ લાડુ બનાવી ને તૈયારકરી સર્વ પણ કરી શકો છો તો ચાલો ghau na lot na ladoo banavani rit - ghau na lot na ladoo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course gujarati ladoo banavani rit, gujarati sweets, laddu banavani rit, ladoo banavani rit, mithai banavani rit, sweet recipe in gujarati, લાડુ બનાવવાની રીત
Cuisine Indian
Servings 15 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ઘઉં ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી  | ઘઉં ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉં નો લોટ
  • 1 ¼ કપ પીસેલી ખાંડ
  • ½ ચમચી એલચી પાઉડર
  • 1 કપ ઘી / જરૂર મુજબ
  • 3-4 ચમચી કાજુ ના કટકા
  • 2-3 ચમચી બદામ ના કટકા
  • 1-2 ચમચી પિસ્તાના કટકા

Instructions
 

ઘઉં ના લાડુ |ઘઉં ના લાડવા | ghau na ladoo recipe | ghau na lot na ladoo

  • ઘઉં ના લાડુ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો. ત્યાર બાદ ખાંડ ને પીસી ને પાઉડર કરી લ્યો અને એને પણ ચાળી લ્યો જેથી ખાંડ ના કણ ના રહે. ત્યાર બાદ કાજુ, બદામ અને પીસ્તા ના કટકા કરી તૈયાર કરીલ્યો. આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી થોડું ગરમ થાય એટલે એમાં બદામ ના કટકા ત્યાર બાદ કાજુ ના કટકા ત્યાર બાદ પિસ્તા ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકીલ્યો. ડ્રાય ફ્રુટગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ કડાઈ માં એક કપ ઘી નાખો સાથે ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરીને ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકતા રહો. લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય અને લોટ શેકવા ની સુંગધ આવવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ને ગેસ બંધ કરી નાખો.
  • શેકેલ મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અથવા થોડી વાર સુંધી હલાવતા રહી ઠંડુ કરો. મિશ્રણ નવશેકું રહે ત્યાં સુંધીઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ અને શેકેલ ડ્રાય ફ્રુટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે જે સાઇઝ ના લાડુ બનાવવાના હોય એ સાઇઝના લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો અને તૈયાર લાડુ ને ઠંડા થવા દયો ત્યાર બાદ ડબ્બામાંભરી મજા લ્યો ઘઉં ના લાડુ.

ghau na lot na ladoo recipe in gujarati notes

  • અહી લાડવા બનાવતા જો તૂટી જતા હોય તો બે ચાર ચમચી ઘી ગરમ કરી થોડું ઠંડું કરી ને નાખી ગરી બરોબર મિક્સ કરી લાડવા બનાવશો તો બરોબર બની જશે.
  • જો લાડવાનો આકાર ના રહેતો હોય ને ઘી વધારે થઈ ગયું હોય તો ઘઉં નો લોટ એમજ ધીમા તાપે શેકી ને મિક્સ કરી દેશો તો લાડવા બરોબર આકાર પકડી લેશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો