ઘઉં ના લાડુ બનાવવાની રીત | ઘઉં ના લાડવા બનાવવાની રીત | ghau na ladoo recipe | ghau na lot na ladoo | ghau na lot na ladoo banavani rit | ghau na lot na ladoo recipe in gujarati
જય શ્રી કૃષ્ણ આજ આપણે ઘઉં ના લાડુ બનાવવાની રીત - ઘઉં ના લાડવા બનાવવાની રીત -ghau na ladoo recipe શીખીશું. આ લાડુ ને પંજાબી માંપીનની લાડુ પણ કહેવાય છે,આ લાડુ બનાવવા ખૂબ સરળ છે અને ઘર માં રહેલ સામગ્રીમાંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને તમે નાના મોટા જમણ માં આ લાડુ બનાવી ને તૈયારકરી સર્વ પણ કરી શકો છો તો ચાલો ghau na lot na ladoo banavani rit - ghau na lot na ladoo recipe in gujarati શીખીએ.
ઘઉં ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | ઘઉં ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
2 કપઘઉં નો લોટ
1 ¼ કપપીસેલી ખાંડ
½ ચમચીએલચી પાઉડર
1કપઘી / જરૂર મુજબ
3-4 ચમચીકાજુ ના કટકા
2-3 ચમચીબદામ ના કટકા
1-2 ચમચીપિસ્તાના કટકા
Instructions
ઘઉં ના લાડુ |ઘઉં ના લાડવા | ghau na ladoo recipe | ghau na lot na ladoo
ઘઉં ના લાડુ બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો. ત્યાર બાદ ખાંડ ને પીસી ને પાઉડર કરી લ્યો અને એને પણ ચાળી લ્યો જેથી ખાંડ ના કણ ના રહે. ત્યાર બાદ કાજુ, બદામ અને પીસ્તા ના કટકા કરી તૈયાર કરીલ્યો. આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી થોડું ગરમ થાય એટલે એમાં બદામ ના કટકા ત્યાર બાદ કાજુ ના કટકા ત્યાર બાદ પિસ્તા ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકીલ્યો. ડ્રાય ફ્રુટગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈ માં એક કપ ઘી નાખો સાથે ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી બરોબર મિક્સ કરીને ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકતા રહો. લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય અને લોટ શેકવા ની સુંગધ આવવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ને ગેસ બંધ કરી નાખો.
શેકેલ મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અથવા થોડી વાર સુંધી હલાવતા રહી ઠંડુ કરો. મિશ્રણ નવશેકું રહે ત્યાં સુંધીઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ અને શેકેલ ડ્રાય ફ્રુટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે જે સાઇઝ ના લાડુ બનાવવાના હોય એ સાઇઝના લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો અને તૈયાર લાડુ ને ઠંડા થવા દયો ત્યાર બાદ ડબ્બામાંભરી મજા લ્યો ઘઉં ના લાડુ.
ghau na lot na ladoo recipe in gujarati notes
અહી લાડવા બનાવતા જો તૂટી જતા હોય તો બે ચાર ચમચી ઘી ગરમ કરી થોડું ઠંડું કરી ને નાખી ગરી બરોબર મિક્સ કરી લાડવા બનાવશો તો બરોબર બની જશે.
જો લાડવાનો આકાર ના રહેતો હોય ને ઘી વધારે થઈ ગયું હોય તો ઘઉં નો લોટ એમજ ધીમા તાપે શેકી ને મિક્સ કરી દેશો તો લાડવા બરોબર આકાર પકડી લેશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો