Go Back
+ servings
બચેલી રોટલી માંથી લાડુ - બચેલી રોટલી માંથી લાડુ બનાવવાની રીત - Bacheli rotli mathi ladu banavani rit - Bacheli rotli mathi ladoo recipe in gujarati

બચેલી રોટલી માંથી લાડુ બનાવવાની રીત | Bacheli rotli mathi ladu banavani rit | Bacheli rotli mathi ladoo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે બચેલી રોટલી માંથી લાડુ બનાવવાની રીત - Bacheli rotli mathi ladu banavani rit શીખીશું. દરેક ઘર માં રોટલીતો બનતી જ હોય છે અને ક્યારેક રોટલી બચી પણ જતી હોય છે, ત્યારે હમેશા બચેલી રોટલી ની શું કરવું એ વિચારતા હોઈએ છીએ તો આજ આપણે એક મીઠાઈબનાવશું જે ખૂબ ઓછી સામગ્રી થી અને ખૂબ ઝડપી થી તૈયાર થઈ ને ટેસ્ટી લાડુ બનાવવાની રીતશીખીશું. તો ચાલો Bacheli rotli mathi ladoo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course gujarati ladoo banavani rit, laddu banavani rit, ladoo banavani rit, ladoo recipe in gujarati, લાડુ બનાવવાની રીત
Cuisine Indian
Servings 8 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

બચેલી રોટલી માંથી લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 5-6 બચેલી રોટલી
  • ¼ કપ ઘી
  • ¼ કપ સૂકા નારિયળ નું છીણ
  • ¼ કપ કાજુના કટકા
  • ¼ કપ બદામ ના કટકા
  • ½ કપ એલચી પાઉડર
  • 150 ગ્રામ પિગળેલો ગોળ
  • 1 ચમચી પિસ્તાની કતરણ

Instructions
 

બચેલી રોટલી માંથી લાડુ બનાવવાની રીત | Bacheli rotli mathi ladu banavani rit | Bacheli rotli mathi ladoo recipe in gujarati

  • બચેલી રોટલી માંથી લાડુ બનાવવા સૌ બચેલી રોટલી લઈ એના કટકા કરી લ્યો ને કટકા ને મિક્સર જાર માં નાખી ને ઢાંકણ બંધ કરી પીસી લ્યો. પીસેલી રોટલી ને કડાઈ માં નાખી ને ધીમા તાપે હલાવતા રહો ને શેકી લ્યો.રોટલી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • હવે એજ કડાઈ માં કાજુ અને બદામ નાખી ને ધીમા તાપે હલાવતા રહો ગોલ્ડન શેકી લ્યો . ડ્રાય ફ્રુટ ગોલ્ડન થાય એટલેઠંડા કરી મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે નારિયળના છીણ ને ગરમ કડાઈ માં નાખી અડધી મિનિટ હલાવી ને શેકેલ રોટલી માં નાખી દયો.ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને પીસેલા ડ્રાય ફ્રુટ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગોળ ને સાવ ઝીણો સુધારી ને રોટલી ના ભૂકા માં નાખો ત્યાર બાદ એમાં પીગળેલ ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ માંથી લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો અને ઉપર પિસ્તાની કતરણ મૂકી સજાવી ને મજા લ્યો બચેલી રોટલી માંથી લાડુ.
  • અથવા હવે ગેસ પર એજ કડાઈ માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ને ધીમા તાપે ગોળ ને ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે એને રોટલી ના પાઉડર સાથે મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંથીલાડવા બનાવી લ્યો ને મજા લ્યો બચેલી રોટલી માંથી લાડુ.

Bacheli rotli mathi ladoo recipe in gujarati notes

  • અહી તમે કાજુ બદામ સિવાય પણ બીજા ડ્રાય ફ્રુટ ને પીસી ને નાખી શકો છો.
  • ગોળ ઘી નો પાક બનાવી ને પણ તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો