જય શ્રી કૃષ્ણ આજ આપણે સુકી ભાજી બનાવવાની રીત - sukhi bhaji banavani rit શીખીશું. આ સુકી ભાજી ને બટાકા નું કોરું શાક,બટાકા ની સૂકી ભાજી, થી પણ ઓળખાય છે, જે એકદમ ટેસ્ટી અને ઝડપથી તૈયાર થઈ જાય છે. લગ્ન પ્રસંગહોય કે ઘર માં નાનું મોટું જમણ બટાકા ની સૂકી ભાજી અથવા બટાકા નું રસાવાળા શાક વગરઅધૂરા અધૂરા લાગે છે. તો ચાલો આજ એજ ઝટપટ તૈયાર થતી suki bhaji recipe gujarati - sukhi bhaji recipe gujarati શીખીએ.
સૂકી ભાજી બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં બાફી લ્યો ને બાફેલા બટાકા ને એક બે કલાક ફ્રીઝમાં મૂકી ઠંડા કરી લ્યો. બટાકા ઠંડા થાય એટલે એને છોલી લ્યો ને ચાકુથી મોટા મોટા કટકા માં કટ કરી લ્યો.કટકા અલગ અલગ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, અધ કચરા પીસેલા આખા ધાણા અને હિંગ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બટાકા ના કટકા નાખી મિક્સ કરો નેબે ચાર મિનિટ તેલ માં બરોબર શેકી લ્યો.
બટાકા શેકાઈ ને થોડો રંગ બદલે એટલે એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને બે મિનિટ શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થી મસળી ને કસુરી મેથી,આમચૂર પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી ફરી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો સૂકી ભાજી.