Go Back
+ servings
મીની સમોસા - Mini samosa - મીની સમોસા બનાવવાની રીત - Mini samosa banavani rit - Mini samosa recipe in gujarati

મીની સમોસા | Mini samosa | મીની સમોસા બનાવવાની રીત | Mini samosa banavani rit | Mini samosa recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે મીની સમોસા બનાવવાની રીત - Mini samosa banavani rit શીખીશું, સમોસા નું નામ સાંભળતાજ દરેક ના મોઢા માં પાણી આવી જાય. આજે આપણે પણ એવા જ ટેસ્ટી અનેખસ્તા સમોસા બનાવીશું. જે ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે.તો ચાલો આજે આપણે ઘરે Mini samosa recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course nasta recipe in gujarati, nasto banavani rit, નાસ્તો
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients
  

મીની સમોસા માટે લોટ બાંધવાની સામગ્રી

  • 2 કપ મૈદા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ½ ચમચી અજમો
  • 5 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 હિંગ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી આખા ધાણા
  • 2-3 ઝીણા સુધારેલા લીલા મરચાં
  • 1 કપ બાફેલા વટાણા
  • 1 ઇંચ આદુ ની પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ધાણા પાવડર
  • 3 બાફેલા બટેટા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ½ ચમચી સંચળ પાવડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાવડર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • તળવા માટે તેલ

Instructions
 

મીની સમોસા માટે લોટ બાંધવાની રીત

  • સમોસા નો લોટ બાંધવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અજમાં ને બે હાથ થી થોડું મસળી ને નાખો. હવે તેમાં તેલ નાખો.હવે બધા ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખતા જાવ અને મીડીયમ ટાઈટ લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય પછી તેને કોટનના કપડાં વડે ઢાંકી ને સાઈડ પર રાખી લ્યો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો.હવે તેમાં જીરું અને આખા ધાણા નાખો. ત્યાર બાદતેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં બાફેલા વટાણા નાખો. અને સાથે આદુ ની પેસ્ટ નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • હવે તેમાં હળદર, લાલ મરચું અને ધાણા પાવડર નાખી સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલા બટેટા મેસ કરી ને નાખો. હવેતેમાં સંચળ પાવડર, ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખી સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી મસાલા નેસેકી લ્યો.
  • ત્યારબાદ હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે સમોસા માટે નું સ્ટફિંગ.

મીની સમોસા બનાવવાની રીત

  • હવે સમોસા બનાવવા માટે સૌથી પહેલા રેસ્ટ કરવા માટે રાખેલ લોટને ફરી એકવાર સરસથી ગુંથી લ્યો. હવે તેના ત્રણ ભાગ કરી લ્યો.હવે તેમાંથી એક ભાગ લઈ તેનો સરસ થી લુવો તૈયાર કરી લ્યો.
  • હવે તે લુવા પર તેલ કે લોટ લગાવ્યા વગર સરસ થી પાતળી રોટલી વણી લ્યો. ત્યાર બાદ એક પ્લેટ ને તેના ઉપર ઢાંકી ને રાખી દયો. હવે ચાકુ ની મદદ થી એક્સ્ટ્રા પાર્ટ નેકાઢી લ્યો. હવે આપણને એક રાઉન્ડ સેપ મળી જાસે.
  • ત્યારબાદ ચાકુ ની મદદ થી એક સરખા છ ભાગ માં કટ લગાવી લ્યો. હવે તેના એક ભાગ ના કિનારી તરફ પાણી લગાવો. હવે તેને ફોલ્ડ કરી ને દબાવી ને ચિપકાવી દયો.હવે એક કોન તૈયાર થઈ જશે. હવે તેમાં ચમચી ની મદદથી સ્ટફિંગ નાખો. ત્યાર બાદ તેની ફરતે પાણી લગાવી ને સમોસા નેપેક કરી લ્યો.
  • હવે સમોસા બનાવ્યા પછી તેની ઉપર એક પાન જેવા ભાગ રહસે. હવે તેના ઉપર ચાકુ ની મદદ થી ત્રણ કટ લગાવીલ્યો. ત્યાર બાદ તેને સમોસા ઉપર ફોલ્ડ કરી ને દબાવી દયો.આ રીતે બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી નેરાખેલા સમોસા નાખો. ધીમા તાપે હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આ રીતે બધા સમોસા તળી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી સમોસા. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ સમોસા ખાવાનો આનંદ માણો.

Mini samosa recipe in gujarati notes

  • સ્ટફિંગમાં આમચૂર પાવડર ની જગ્યા એ લીંબુ નોરસ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો