Go Back
+ servings
પોહા ચેવડો - Poha chevdo - પોહા ચેવડો બનાવવાની રીત - Poha chevdo banavani rit - Poha chevdo recipe in gujarati

પોહા ચેવડો | Poha chevdo | પોહા ચેવડો બનાવવાની રીત | Poha chevdo banavani rit | Poha chevdo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે પોહા ચેવડો બનાવવાની રીત - Poha chevdo banavani rit શીખીશું, માત્ર બે ચમચી તેલ માં જ આ ચેવડો બની ને તૈયાર થઈ જાય છે. એક દમ ક્રંચી અને ટેસ્ટી બને છે. દિવાળી ના ત્યોહાર પરકે ક્યારેય પણ તમે આ ચેવડો બનાવી ને સ્ટોર કરી શકો છો. તો ચાલો Poha chevdo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course farali chevdo, farali items
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients
  

પોહા ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ પોહા
  • 2 ચમચી તેલ
  • 1 કપ સીંગદાણા
  • ½ કપ કાજુ
  • ½ કપ બદામ
  • ¼ કપ સૂકા નારિયલ ની સ્લાઈસ
  • ¼ કપ દારીયા
  • 20-22 મીઠા લીમડા ના પાન
  • 1 ઝીણું સમારેલું લીલું મરચું
  • ¼ કપ કિશમિશ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી આમચૂર પાવડર
  • 1 ચમચી લાલ મરચું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચી સુગર પાવડર

Instructions
 

પોહા ચેવડો બનાવવાની રીત | Poha chevdo banavani rit | Poha chevdo recipe in gujarati

  • પોહા ચેવડો બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પોહા નાખો. હવે હલ્કા હાથે પોહા ને સરસ થી મીડીયમ તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો.ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે તે જ કઢાઇ માં બે ચમચી તેલ નાંખો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને ગોલ્ડન કલર સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં કાજુ અને બદામ ના વચ્ચે થી ટુકડાકરી ને નાખો. હવે તેને પણ  સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
  • હવે તેમાં સુખા નારિયલ ની સ્લાઈસ અને દારિયા નાખો. હવે તેને પણ એક મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ બધી જ સામગ્રી ને કઢાઇ ની એક સાઈડ કરી લ્યો. હવે  તેમાં મીઠા લીમડા ના પાન અને લીલું મરચું સુધારીને નાખો. હવે તેને એક મિનિટ સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં કિશમિશ, હળદર, આમચૂર પાવડર, લાલ મરચું,સ્વાદ પ્રમાણે મીઠું અને સુગર પાવડર નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં સેકી ને રાખેલા પોહા નાખો. હવે તેને સરસ થી હલ્કા હાથે ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
  •  હવે તૈયર છે આપણો પોહા ચેવડો.હવે તેને ઠંડો થાય બાદ એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

Poha chevdo recipe in gujarati notes

  • અહી બજાર માં મળતા પાતળા પોહા લેવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો