જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ચીલીગાર્લિક પરોઠાબનાવવાની રીત - Chilli Garlic Parotha banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી પરાઠા બને છે, લછા પરાઠા ની જેમ જ આ પરાઠા બનાવામાં આવે છે પણ આ પરાઠા માં વચ્ચે ચીલી અને ગાર્લિક નું સ્ટફિંગ હોય છે.તેમજ દરેક ને ભાવે તેવા બને છે. તો ચાલો આજે આપણેઘરે ટેસ્ટી ચીલી ગાર્લિક પરાઠા - Chilli Garlic Paratha recipe in gujarati શીખીએ.
ચીલી ગાર્લિક પરોઠા બનાવવાની રીત | Chilli Garlic Parotha banavani rit | Chilli Garlic Paratha recipe in gujarati
આજ આપણે સૌપ્રથમ ચીલી ગાર્લિક પરોઠા નો લોટ બાંધવા માટે ની રીત શીખીશું ત્યારબાદતેનું સ્ટફિંગ વડે પરોઠા બનાવીશું
ચીલી ગાર્લિક પરોઠા નો લોટ બાંધવા માટે ની રીત
લોટ બાંધવા માટે સૌથી પહેલા એક વાસણ માં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાંથોડું થોડું કરી ને પાણી નાખો. અને સરસ થી લોટ બાંધી લ્યો.ત્યાર બાદ ત્રણ થી ચાર મિનિટ સુધી તેને સરસ થી મસળી ને સોફ્ટ કરી લ્યો.ત્યાર બાદ લોટ પર ઘી લગાવી તેને ઢાંકી ને દસ મિનિટ માટે સાઇડ પર રાખીદયો.
સ્ટફિંગ બનાવવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ઝીણું સમારેલું લસણ નાખો હવે તેમાં ઝીણું સમારેલું લીલું મરચું નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું અને ઘી નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે ચીલી ગાર્લિક પરાઠા માટેનું સ્ટફિંગ.
ચીલી ગાર્લિક પરોઠા બનાવવાની રીત
ચીલી ગાર્લિક પરાઠા બનાવવા માટે સૌથી પેહલા લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના ચાર ભાગ કરી અને સરસથી લુવા બનાવી લ્યો.
હવે તેમાંથી એક લુવો લઈ સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેના ઉપર એક ચમચી જેટલું સ્ટફિંગ પાથરી દયો. હવે પીઝા કટ્ટર ની મદદ થી ઉપર એક ઇંચ જેટલો ભાગ છોડી નેલાંબા કટ લગાવતા જાવ.
ત્યારબાદ ધીરે ધીરે તેને એક બાજુ થી ગોળ ગોળ ફેરવતા જાવ અને એક રોલ બનાવી લ્યો. ત્યાર બાદ રોલ ને થોડો ખેંચીઅને તેને ફરી થી એક સાઈડ થી ગોળ ફેરવી ને લુવો બનાવી લ્યો. હવેતેને હલ્કા હાથે સરસ થી વણી લ્યો.
હવે ગેસ પર એક તવી મૂકો. હવે તવી ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલો પરાઠા નાખો. હવે તેની બને બાજુ ઘી લગાવી ને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકીલ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આ રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે આપણા ચીલી ગાર્લિક પરાઠા. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચીલી ગાર્લિક પરાઠા ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો