Go Back
+ servings
સાટા બનાવવાની રીત - કચ્છના પ્રખ્યાત સાટા - Sata banavani rit - sata recipe in gujarati - sata recipe

સાટા બનાવવાની રીત | sata recipe | Sata banavani rit | sata recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કચ્છના પ્રખ્યાત સાટા બનાવવાનીરીત - Sata banavani rit શીખીશું, આ કચ્છના પ્રખ્યાત સાટા એ એક મીઠાઈ છે જેને એકવખત બનાવી ને ઘણા લાંબા સમય સુધી ખાઈ શકાય છે. પહેલા ના સમય માંતો એક જ પ્રકારના સાટા મળતા પરંતુ હવે તો નાની સાઇઝ, મિડિયમ સાઇઝઅને મોટી સાઇઝ ના સાટા મળે છે અને કચ્છ આવતા દરેક પ્રવાસી એક વખત આ સાટા ની મજા લીધાપછી પોતાના સાથે આ સાટા લઈ જવાનું ભૂલતા નથી. તો ચાલો આજે ઘરેજ આપણે આ કચ્છના પ્રખ્યાત sata recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati mithai recipe, gujarati sweets, mithai banavani rit, mithai recipe, sweet recipe in gujarati, ગુજરાતી મીઠાઈ, મીઠાઈ, મીઠાઈ બનાવવાની રીત
Cuisine Indian
Servings 10 નંગ

Equipment

  • 1 kadai

Ingredients
  

સાટા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મેંદાનો લોટ
  • 1 કપ ખાંડ
  • 4-5 ચમચી ઘી / તેલ
  • ¼ ચમચી મીઠું
  • 4-5 ચમચી દહી
  • 3-4 ટીપાં રોઝ વોટર
  • ¼ ચમચી શાહ જીરું (ઓપ્શનલ છે )
  • તરવા માટે ઘી / તેલ
  • પાણી જરૂર મુજબ
  • સૂકા ગુલાબ ની પાંદડી જરૂર મુજબ
  • પિસ્તાની કતરણ જરૂર મુજબ

Instructions
 

સાટા બનાવવાની રીત | sata recipe | Sata banavani rit | sata recipe in gujarati

  • કચ્છના પ્રખ્યાત સાટા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં ઘી અથવા તેલ નાખો સાથે મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં થોડુ થોડુ દહીં નાખતા જઈ ને કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને એક કલાક એક બાજુ મૂકી દયો. એકાદ કલાકપછી ફરીથી લોટ ને પાંચ સાત મિનિટ બરોબર મસળી લ્યો.
  • હવે ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો. ઘી / તેલ ગરમથાય ત્યાં સુંધી બાંધેલા લોટ ના બે ત્રણ ભાગ કરી લ્યો ને એક ભાગ ને પાટલા પર મૂકી વેલણવડે મીડીયમ જાડી રોટલી વણી લ્યો ત્યાર બાદ ગોળ કુકી કટર થી કટ કરી લ્યો અને વચ્ચે કાંટાચમચી થી બને બાજુ કાણા કરી લ્યો.
  • ઘી / તેલ ગરમ થાય એટલે એમાં તૈયારકરેલ સાટા ને નાખો ને ધીમા તાપે બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો. સાટા તરાય છે ત્યાં સુંધી બીજા ગેસ પર એક તપેલીમાં એક કપ ખાંડ અને અડધો કપપાણી નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી ઘટ્ટ ચાસણી બનાવી લ્યો.
  • ચાસણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને થોડી વાર ચમચા થી હલાવતા રહો. ચાસણી તૈયાર કરો એની વચ્ચે વચ્ચે સાટા ને પણ થોડી થોડી વારે ઉથલાવવા રહેવું
  • સાટા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી ને ચાસણી માં નાખી ને બને બાજુ ચાસણી ને કોટીંગ કરી લ્યોત્યાર બાદ ચાસણી માંથી કાઢી પ્લેટ માં મૂકો અને ઉપર ગુલાબ ની પાંદડી અને પિસ્તા નીકતરણ થી ગાર્નિશ કરો.
  •  આમ બીજા સાટા તૈયાર કરી ગોલ્ડન તરીલ્યો ને ચાસણીમાં બોળી લીધા બાદ બહાર કાઢી ને ગુલાબ ની પાંદડી અને પિસ્તા ની કતરણથીગાર્નિશ કરી ઠંડા થવા દયો. સાટા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો કચ્છના પ્રખ્યાત સાટા.

sata recipe in gujarati notes

  • આ સાટાને તમે ઘી કે તેલ ગમે તેમાં તૈયાર કરી શકો છો.
  • જીરું નાંખવું બિલકુલ ફરજિયાત નથી. જીરું વગર પણ સાટા સારા લાગે છે.
  • જો ચાસણી વધારે ઘટ્ટ થઈ જાય તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી પાતળી કરી શકો છો.
  • જો સાટાવધારે મીઠા જોઈએ તો ચાસણી માં બોળી લીધા બાદ પ્લેટ માં રાખો ત્યારે એક ચમચી ઉપરથી ચાસણી નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો