જય શ્રી કૃષ્ણ આજ આપણે કચ્છના પ્રખ્યાત સાટા બનાવવાની રીત – Sata banavani rit શીખીશું, Please subscribe Indian Rasoi Treats YouTube channel If you like the recipe , આ કચ્છના પ્રખ્યાત સાટા એ એક મીઠાઈ છે જેને એક વખત બનાવી ને ઘણા લાંબા સમય સુધી ખાઈ શકાય છે. પહેલા ના સમય માં તો એક જ પ્રકારના સાટા મળતા પરંતુ હવે તો નાની સાઇઝ, મિડિયમ સાઇઝ અને મોટી સાઇઝ ના સાટા મળે છે અને કચ્છ આવતા દરેક પ્રવાસી એક વખત આ સાટા ની મજા લીધા પછી પોતાના સાથે આ સાટા લઈ જવાનું ભૂલતા નથી. તો ચાલો આજે ઘરે જ આપણે આ કચ્છના પ્રખ્યાત sata recipe in gujarati શીખીએ.
સાટા બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- ખાંડ 1 કપ
- ઘી / તેલ 4-5 ચમચી
- મીઠું ¼ ચમચી
- દહી 4-5 ચમચી
- રોઝ વોટર 3-4 ટીપાં
- શાહ જીરું ¼ ચમચી (ઓપ્શનલ છે )
- તરવા માટે ઘી / તેલ
- પાણી જરૂર મુજબ
- સૂકા ગુલાબ ની પાંદડી જરૂર મુજબ
- પિસ્તા ની કતરણ જરૂર મુજબ
સાટા બનાવવાની રીત
કચ્છના પ્રખ્યાત સાટા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં ઘી અથવા તેલ નાખો સાથે મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં થોડુ થોડુ દહીં નાખતા જઈ ને કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને એક કલાક એક બાજુ મૂકી દયો. એકાદ કલાક પછી ફરીથી લોટ ને પાંચ સાત મિનિટ બરોબર મસળી લ્યો.
હવે ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો. ઘી / તેલ ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ ના બે ત્રણ ભાગ કરી લ્યો ને એક ભાગ ને પાટલા પર મૂકી વેલણ વડે મીડીયમ જાડી રોટલી વણી લ્યો ત્યાર બાદ ગોળ કુકી કટર થી કટ કરી લ્યો અને વચ્ચે કાંટા ચમચી થી બને બાજુ કાણા કરી લ્યો.
ઘી / તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સાટા ને નાખો ને ધીમા તાપે બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો. સાટા તરાય છે ત્યાં સુંધી બીજા ગેસ પર એક તપેલીમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી ઘટ્ટ ચાસણી બનાવી લ્યો.
ચાસણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને થોડી વાર ચમચા થી હલાવતા રહો. ચાસણી તૈયાર કરો એની વચ્ચે વચ્ચે સાટા ને પણ થોડી થોડી વારે ઉથલાવવા રહેવું
સાટા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી ને ચાસણી માં નાખી ને બને બાજુ ચાસણી ને કોટીંગ કરી લ્યો ત્યાર બાદ ચાસણી માંથી કાઢી પ્લેટ માં મૂકો અને ઉપર ગુલાબ ની પાંદડી અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો.
આમ બીજા સાટા તૈયાર કરી ગોલ્ડન તરી લ્યો ને ચાસણીમાં બોળી લીધા બાદ બહાર કાઢી ને ગુલાબ ની પાંદડી અને પિસ્તા ની કતરણથી ગાર્નિશ કરી ઠંડા થવા દયો. સાટા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો કચ્છના પ્રખ્યાત સાટા.
sata recipe in gujarati notes
- આ સાટા ને તમે ઘી કે તેલ ગમે તેમાં તૈયાર કરી શકો છો.
- જીરું નાંખવું બિલકુલ ફરજિયાત નથી. જીરું વગર પણ સાટા સારા લાગે છે.
- જો ચાસણી વધારે ઘટ્ટ થઈ જાય તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી પાતળી કરી શકો છો.
- જો સાટા વધારે મીઠા જોઈએ તો ચાસણી માં બોળી લીધા બાદ પ્લેટ માં રાખો ત્યારે એક ચમચી ઉપરથી ચાસણી નાખી શકો છો.
Sata banavani rit | Recipe Video
Youtube પર Indian Rasoi Treats ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
sata recipe in gujarati

સાટા બનાવવાની રીત | sata recipe | Sata banavani rit | sata recipe in gujarati
Equipment
- 1 kadai
Ingredients
સાટા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મેંદાનો લોટ
- 1 કપ ખાંડ
- 4-5 ચમચી ઘી / તેલ
- ¼ ચમચી મીઠું
- 4-5 ચમચી દહી
- 3-4 ટીપાં રોઝ વોટર
- ¼ ચમચી શાહ જીરું (ઓપ્શનલ છે )
- તરવા માટે ઘી / તેલ
- પાણી જરૂર મુજબ
- સૂકા ગુલાબ ની પાંદડી જરૂર મુજબ
- પિસ્તાની કતરણ જરૂર મુજબ
Instructions
સાટા બનાવવાની રીત | sata recipe | Sata banavani rit | sata recipe in gujarati
- કચ્છના પ્રખ્યાત સાટા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં ઘી અથવા તેલ નાખો સાથે મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં થોડુ થોડુ દહીં નાખતા જઈ ને કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને એક કલાક એક બાજુ મૂકી દયો. એકાદ કલાકપછી ફરીથી લોટ ને પાંચ સાત મિનિટ બરોબર મસળી લ્યો.
- હવે ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં ઘી/ તેલ ગરમ કરવા મૂકો. ઘી / તેલ ગરમથાય ત્યાં સુંધી બાંધેલા લોટ ના બે ત્રણ ભાગ કરી લ્યો ને એક ભાગ ને પાટલા પર મૂકી વેલણવડે મીડીયમ જાડી રોટલી વણી લ્યો ત્યાર બાદ ગોળ કુકી કટર થી કટ કરી લ્યો અને વચ્ચે કાંટાચમચી થી બને બાજુ કાણા કરી લ્યો.
- ઘી / તેલ ગરમ થાય એટલે એમાં તૈયારકરેલ સાટા ને નાખો ને ધીમા તાપે બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો. સાટા તરાય છે ત્યાં સુંધી બીજા ગેસ પર એક તપેલીમાં એક કપ ખાંડ અને અડધો કપપાણી નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી ઘટ્ટ ચાસણી બનાવી લ્યો.
- ચાસણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને થોડી વાર ચમચા થી હલાવતા રહો. ચાસણી તૈયાર કરો એની વચ્ચે વચ્ચે સાટા ને પણ થોડી થોડી વારે ઉથલાવવા રહેવું
- સાટા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી ને ચાસણી માં નાખી ને બને બાજુ ચાસણી ને કોટીંગ કરી લ્યોત્યાર બાદ ચાસણી માંથી કાઢી પ્લેટ માં મૂકો અને ઉપર ગુલાબ ની પાંદડી અને પિસ્તા નીકતરણ થી ગાર્નિશ કરો.
- આમ બીજા સાટા તૈયાર કરી ગોલ્ડન તરીલ્યો ને ચાસણીમાં બોળી લીધા બાદ બહાર કાઢી ને ગુલાબ ની પાંદડી અને પિસ્તા ની કતરણથીગાર્નિશ કરી ઠંડા થવા દયો. સાટા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો કચ્છના પ્રખ્યાત સાટા.
sata recipe in gujarati notes
- આ સાટાને તમે ઘી કે તેલ ગમે તેમાં તૈયાર કરી શકો છો.
- જીરું નાંખવું બિલકુલ ફરજિયાત નથી. જીરું વગર પણ સાટા સારા લાગે છે.
- જો ચાસણી વધારે ઘટ્ટ થઈ જાય તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી પાતળી કરી શકો છો.
- જો સાટાવધારે મીઠા જોઈએ તો ચાસણી માં બોળી લીધા બાદ પ્લેટ માં રાખો ત્યારે એક ચમચી ઉપરથી ચાસણી નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મખાના બરફી બનાવવાની રીત | Makhana barfi banavani rit | Makhana barfi recipe in gujarati
બદામ શેક બનાવવાની રીત | badam shake banavani rit
હલવાસન | halwasan recipe | halwasan khambhat | khambhat halwasan