Go Back
+ servings
કોબી બટાકાનું શાક - kobi batata nu shaak - kobi batata nu shaak recipe - કોબી બટાકાનું શાક બનાવવાની રીત - kobi batata nu shaak banavani rit - kobi batata nu shaak recipe in gujarati

કોબી બટાકાનું શાક | kobi batata nu shaak | kobi batata nu shaak recipe | કોબી બટાકાનું શાક બનાવવાની રીત | kobi batata nu shaak banavani rit | kobi batata nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે કોબી બટાકાનું શાક બનાવવાની રીત - kobi batata nu shaak banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી અને ચટપટુંબને છે, એક વાર ટેસ્ટ કરી લીધું તો બીજી વાર જરૂર થી બનાવશો એટલું સ્વાદિષ્ટબને છે. આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. ખૂબ જઓછા સમયમાં આ શાક બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી kobi batata nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course shaak, shaak banavani rit, ગુજરાતી શાક, શાક, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

કોબી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • 1 ચપટી હિંગ
  • 7-8 મીઠો લીમડો
  • 1-2 ઝીણું સમારેલું લીલું મરચું
  • ½ ચમચી આદુ ની પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • 2 બટેટા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 કોબી
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી આમચૂર પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો

Instructions
 

કોબી બટાકાનું શાક બનાવવાની રીત | kobi batata nu shaak banavani rit | kobi batata nu shaak recipe in gujarati

  • કોબી બટાકાનું શાક બનાવવા માટે સૌથી પેહલા કોબી ચાકુ ની મદદ થી સુધારી લ્યો. ત્યાર બાદ તેને બે થી ત્રણવાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો.
  • હવે બટેટા ને પણ ચાકુ ની મદદ થી સરસ થી છોલી લ્યો. ત્યાર બાદ તેના નાના ટુકડા કરી લ્યો . હવે તેને પણ પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અનેજીરું નાખો. હવે તેમાં હિંગ અને મીઠો લીમડો નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેમાં હળદર નાખો. ત્યાર બાદ તેમાં સુધારી ને રાખેલા બટેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં સુધારી ને રાખેલી કોબી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે કોબી બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો.
  • હવે તેમાં ધાણા પાવડર, રેડ ચીલી ફ્લેક્સ, આમચૂર પાવડર , ગરમ મસાલો અને કસૂરી મેથી ને બને હાથ થી મસળી ને નાખો. હવે ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદએક થી બે મિનિટ સુધી મસાલા ને ચડાવી લ્યો.
  • હવે તૈયાર છે ટેસ્ટી અને ચટપટું  કોબી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. અને ગરમા ગરમ કોબી નું શાક ખાવાનો આનંદ માણો.

kobi batata nu shaak recipe in gujarati notes

  • રેડ ચીલી ફ્લેક્સ ની જગ્યા એ તમે લાલ મરચું પાવડર નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો