Go Back
+ servings
ઢોસા ની ચટણી - dosa ni chatni - dosa ni chutney - ઢોસા ની ચટણી બનાવવાની રીત - dosa ni chatni banavani rit - dosa ni chutney banavani rit - dosa chutney recipe in gujarati

ઢોસા ની ચટણી | dosa ni chatni | dosa ni chutney | ઢોસા ની ચટણી બનાવવાની રીત | dosa ni chatni banavani rit | dosa ni chutney banavani rit | dosa chutney recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઢોસા ની ચટણી બનાવવાની રીત - dosa ni chatni banavani rit શીખીશું, ઢોસા ની આ ચટણી ઢોસા તમે ઈડલી, મેન્દુ વડા કે સાઉથ ઇન્ડિયનવાનગીઓ માં ખુબ જ સારી લાગે છે અને આ ચટણી એક વખત બનાવી ફ્રીઝર માં મૂકી તમે બે ચારદિવસ સુંધી મજા લઈ શકો છો તો ચાલો dosani chutney banavani rit - dosa chutney recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 10 mins
Total Time 20 mins
Course chatni
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 વઘારિયુ

Ingredients
  

ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 નારિયળ
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુનો ટુકડો ( ઓપ્શનલ છે )
  • 2-3 ચમચી દાડિયા દાળ
  • 3-4 ચમચી દહીં
  • ½ ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 1-2 ચમચી તેલ 
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ચમચી હિંગ
  • 1-2 સૂકાલાલ મરચા
  • 7-8 મીઠા લીમડાના પાન

Instructions
 

ઢોસા ની ચટણી બનાવવાની રીત| dosa ni chatni banavani rit | dosa ni chutney banavani rit | dosa chutney recipe in gujarati

  • ઢોસા ની ચટણી બનાવવા સૌપ્રથમ લીલા નારિયળ ને તોડી એની પીસી અલગ કરી લ્યો ત્યાર બાદ એને છોલીને એનો બ્રાઉન રંગ ની છાલ ને અલગ કરી લ્યો. હવે નારિયળ ના નાની સાઇઝ ના કટકા કરી લ્યો.
  • હવે મિક્સર જાર કટકા કરેલ નારિયળ, લીલા મરચા સુધારેલા અને આદુ નાખી ને પીસી લ્યો નારિયળ બરોબર પીસાઈ જાય એટલેએમાં દાડિયા દાળ, દહીં, સ્વાદ મુજબ મીઠું,ખાંડ, નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે એમાં એકકપ પાણી નાંખી ફરીથી સ્મુથ પીસી લ્યો ને પીસેલી ચટણી ને એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે ગેસ પર વઘરિયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો રાઈત તડી જાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા નાખી ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ મીઠા લીમડા ના પાન નાખી બરોબરમિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી માં નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ઢોસા ની ચટણી.

dosa chutney recipe in gujarati notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ નારિયળ નું પાણી પણ ચટણી પીસતી વખતે નાખી શકો છો.
  • આદુ જો તમને ના પસંદ હોય તો ના નાખવું.
  • નારિયળ ની છાલ કાઢયા વગર પણ ચટણી બનાવી શકો છો પણ જો નારિયળ ની છાલ ઉતારી ને ચટણી બનાવશો તો જોવામાં સારી લાગશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો