Go Back
+ servings
dal makhani recipe in gujarati - દાલ મખની - દાલ મખની બનાવવાની રીત - dal makhani banavani rit - dal makhani recipe gujarati - dal makhani in gujarati

dal makhani recipe in gujarati | દાલ મખની | dal makhani banavani rit

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે દાલ મખની બનાવવાની રીત - dal makhani recipe in gujarati નું શાક બનાવતા શીખીશું, Pleasesubscribe Cooking Fun With Riya YouTube channel If you like the recipe , માટી ના ઘડા માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે દાલ મખનીનું શાક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે હેલ્થી પણ છે. આ શાક ને આપણે ભાત કે રોટલી કે પરાઠાસાથે ખાઈ શકીએ છીએ. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી dal makhani banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 1 hr
Total Time 1 hr
Course lunch and dinner recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 માટી નો ઘડો

Ingredients
  

dal makhani ingredients in gujarati

  • રાજમા ૧ કપ
  • અડદની દાળ ૧/૪ કપ
  • તેલ૨ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં ૧
  • રાઈ ૧/૨ ચમચી
  • જીરું ૧ /૨ ચમચી
  • લસણની પેસ્ટ ૧ ચમચી
  • ૧ ઝીણી સુધારેલી ડુંગળી
  • ૨ ટામેટાની પ્યુરી
  • લાલ મરચું પાવડર ૨ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે

દાલ મખની નો વઘાર કરવા માટે ની સામગ્રી

  • ઘી ૧ ચમચી
  • જીરા ૧ /૨ ચમચી
  • રાઈ ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧/૪ ચમચી
  • ગાર્નિશ કરવા માટે ની સામગ્રી
  • ફ્રેશ ક્રીમ ૨ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ૧ ચમચી

Instructions
 

dal makhani recipe in gujarati | દાલ મખની બનાવવાની રીત | dal makhani banavani rit | dal makhani recipe gujarati | dal makhani in gujarati

  • આજ સૌપ્રથમ દાલ મખની નું શાક બનાવવા માટેની રીત શીખીશું ત્યારબાદ દાલ મખની નો વઘારકરવા માટેની રીત જાણીશું

દાલ મખની નું શાક બનાવવા માટેની રીત

  • દાલમખની નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં પલાળી ને રાખેલારાજમા અને અડદ ની દાળ નાખો. ત્યાર બાદ તેમાં એક ગ્લાસ જેટલુંપાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે કુકર બંધ કરી દયો.અને ચાર થી પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો અને કુકર ને ઠંડું થવા દયો.
  • હવે ગેસ પર એક માટી નો ઘડો મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સુધારે લાલીલાં મરચાં નાખો. હવે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવે ડુંગળી ને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ટામેટા ની પ્યુરીનાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેમસાલા માં તેલ છૂટું પડે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં બાફી ને રાખેલા રાજમા અને અડદ ની દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો અને શાક નેફરી થી સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ એક થી બે મિનિટ સુધી શાકને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

દાલ મખની નો વઘાર કરવા માટેની રીત

  • વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અનેરાઈ નાંખો.હવે ગેસ બંધ કરી દયો. હવે તેમાં લાલ મરચું પાવડર નાખો. અને સરસ થી હલાવી લ્યો. હવે વઘાર ને શાક ઉપર રેડો દયો અને સરસ થી હલાવી લ્યો.
  • ત્યારબાદ ગાર્નિશ માટે શાક ની ઉપર ફ્રેશ ક્રીમ ને સર્કલ માં નાખતા જાવ. ત્યાર બાદ તેની ઉપર ઝીણા સુધારે લાલીલાં ધાણા નાખો.

dal makhani recipe in gujarati notes

  • શાકનો રસો તમે તમારા હિસાબ થી ઘાટો કે પાતળો કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો