Go Back
+ servings
પનીર ચીલી બનાવવાની રીત - paneer chilli dry - પનીર ચીલી ડ્રાય - paneer chilli dry banavani rit - paneer chilli dry recipe in gujarati - પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત

પનીર ચીલી બનાવવાની રીત | પનીર ચીલી ડ્રાય | paneer chilli dry banavani rit | paneer chilli dry recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે પનીર ચીલી બનાવવાની રીત - પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત - paneer chilli dry banavani rit શીખીશું, આજ કાલ ભર જમવા જઈએ એટલે ચાઇનીઝ વાનગી તો ચોક્કસ મંગાવીએ એમાં પણ મંચુરિયનકે પછી પનીર ચીલી વગર તો આપણો ઓર્ડર પૂરા નથી થતાં તો આજ આપણે બહાર થી પણ વધુ ટેસ્ટી  ને ક્રિસ્પી paneer chilli dry recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course nasta recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

પનીર ચીલી બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ પનીર ના કટકા
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • 2 ચમચી ચોખા નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

પનીર ચીલી ડ્રાય નો વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી આદુ ની કતરણ
  • 1 ચમચી લસણની સ્લાઈસ
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1-2  ડુંગળી મોટા કટકા માં સુધારેલ
  • 1 કેપ્સીકમ મોટા કટકા માં સુધારેલ
  • 1 ચમચી સોયાસોસ
  • 1 ચમચી ગ્રીન ચીલી સોસ
  • 1 ચમચી સ્વીટ ચીલી સોસ
  • 1 ચમચી કોર્નફ્લોર
  • ¼ લીલી ડુંગળી સુધારેલ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત | paneer chilli dry recipe in gujarati

  • પનીર ચીલી ડ્રાય બનાવવા સૌપ્રથમ પનીર માં મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો. હવે એક વાટકા માં કાશ્મીરીલાલ મરચાનો પાઉડર અને આદુ લસણની પેસ્ટ લ્યો એમાં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યોઅને તૈયાર મિશ્રણ ને પનીર ના કટકા પર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, ચાળી ને ચોખા નો લોટ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પનીર ના કટકા નાખો નેબે ચાર મિનિટ એમજ તરવા મૂકો ત્યાર બાદ થોડા ફેરવી ને બરોબર ક્રિસ્પી તરી લ્યો આમ બધા કટકા ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણની કતરણ નાખો સાથે લીલા મરચા સુધારેલા અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં સુધારેલ ડુંગળી અને કેપ્સીકમ ના કટકા નાખી બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો.
  •   એમાં સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, સ્વીટ ચીલી સોસ નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ એક વાટકા માં  એક ચમચી કોર્ન ફ્લોર માં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એને કડાઈ માં નાખીબરોબર મિક્સ કરી ને એક મિનિટ ચડાવી લ્યો.
  • ત્યાર બાદ એમાં તરી રાખેલ પનીર ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને જો લીલી ડુંગળી હોયતો એ સુધારી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ ગેસ બંધકરી ગરમ ગરમ સર્વ કરો પનીર ચીલી ડ્રાય.

paneer chilli dry recipe in gujarati notes

  • જો ચોખાનો લોટ ના હોય તો મેંદા નો લોટ પણ નાખી શકો છો.
  • સોસ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • બાળકો માટે બનાવતા હો તો સોસ ઓછા વાપરવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો