જય શ્રી કૃષ્ણ આજ આપણે પનીર ચીલી બનાવવાની રીત – પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત – paneer chilli dry banavani rit શીખીશું, Please subscribe Foods and Flavors YouTube channel If you like the recipe , આજ કાલ ભર જમવા જઈએ એટલે ચાઇનીઝ વાનગી તો ચોક્કસ મંગાવીએ એમાં પણ મંચુરિયન કે પછી પનીર ચીલી વગર તો આપણો ઓર્ડર પૂરા નથી થતાં તો આજ આપણે બહાર થી પણ વધુ ટેસ્ટી ને ક્રિસ્પી paneer chilli dry recipe in gujarati શીખીએ.
પનીર ચીલી બનાવવા જરૂરી સામગ્રી
- પનીર ના કટકા 300 ગ્રામ
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- કોર્ન ફ્લોર 2 ચમચી
- ચોખા નો લોટ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
પનીર ચીલી ડ્રાય નો વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- આદુ ની કતરણ 1 ચમચી
- લસણની સ્લાઈસ 1 ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
- સૂકા લાલ મરચા 1-2
- ડુંગળી 1-2 મોટા કટકા માં સુધારેલ
- કેપ્સીકમ 1 મોટા કટકા માં સુધારેલ
- સોયા સોસ 1 ચમચી
- ગ્રીન ચીલી સોસ 1 ચમચી
- સ્વીટ ચીલી સોસ 1 ચમચી
- કોર્ન ફ્લોર 1 ચમચી
- લીલી ડુંગળી સુધારેલ ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
પનીર ચીલી બનાવવાની રીત | પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત
પનીર ચીલી ડ્રાય બનાવવા સૌપ્રથમ પનીર માં મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો. હવે એક વાટકા માં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને આદુ લસણની પેસ્ટ લ્યો એમાં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને પનીર ના કટકા પર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, ચાળી ને ચોખા નો લોટ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પનીર ના કટકા નાખો ને બે ચાર મિનિટ એમજ તરવા મૂકો ત્યાર બાદ થોડા ફેરવી ને બરોબર ક્રિસ્પી તરી લ્યો આમ બધા કટકા ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણની કતરણ નાખો સાથે લીલા મરચા સુધારેલા અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી અને કેપ્સીકમ ના કટકા નાખી બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો.
એમાં સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, સ્વીટ ચીલી સોસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક વાટકા માં એક ચમચી કોર્ન ફ્લોર માં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એને કડાઈ માં નાખી બરોબર મિક્સ કરી ને એક મિનિટ ચડાવી લ્યો.
ત્યાર બાદ એમાં તરી રાખેલ પનીર ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને જો લીલી ડુંગળી હોય તો એ સુધારી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પનીર ચીલી ડ્રાય.
paneer chilli dry recipe in gujarati notes
- જો ચોખા નો લોટ ના હોય તો મેંદા નો લોટ પણ નાખી શકો છો.
- સોસ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- બાળકો માટે બનાવતા હો તો સોસ ઓછા વાપરવા.
paneer chilli dry banavani rit | Recipe Video
Youtube પર Foods and Flavors ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
paneer chilli dry recipe in gujarati

પનીર ચીલી બનાવવાની રીત | પનીર ચીલી ડ્રાય | paneer chilli dry banavani rit | paneer chilli dry recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
પનીર ચીલી બનાવવા જરૂરી સામગ્રી
- 300 ગ્રામ પનીર ના કટકા
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 2 ચમચી કોર્ન ફ્લોર
- 2 ચમચી ચોખા નો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
પનીર ચીલી ડ્રાય નો વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી આદુ ની કતરણ
- 1 ચમચી લસણની સ્લાઈસ
- 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
- 1-2 સૂકા લાલ મરચા
- 1-2 ડુંગળી મોટા કટકા માં સુધારેલ
- 1 કેપ્સીકમ મોટા કટકા માં સુધારેલ
- 1 ચમચી સોયાસોસ
- 1 ચમચી ગ્રીન ચીલી સોસ
- 1 ચમચી સ્વીટ ચીલી સોસ
- 1 ચમચી કોર્નફ્લોર
- ¼ લીલી ડુંગળી સુધારેલ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત | paneer chilli dry recipe in gujarati
- પનીર ચીલી ડ્રાય બનાવવા સૌપ્રથમ પનીર માં મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો. હવે એક વાટકા માં કાશ્મીરીલાલ મરચાનો પાઉડર અને આદુ લસણની પેસ્ટ લ્યો એમાં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યોઅને તૈયાર મિશ્રણ ને પનીર ના કટકા પર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, ચાળી ને ચોખા નો લોટ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પનીર ના કટકા નાખો નેબે ચાર મિનિટ એમજ તરવા મૂકો ત્યાર બાદ થોડા ફેરવી ને બરોબર ક્રિસ્પી તરી લ્યો આમ બધા કટકા ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણની કતરણ નાખો સાથે લીલા મરચા સુધારેલા અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં સુધારેલ ડુંગળી અને કેપ્સીકમ ના કટકા નાખી બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો.
- એમાં સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, સ્વીટ ચીલી સોસ નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ એક વાટકા માં એક ચમચી કોર્ન ફ્લોર માં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એને કડાઈ માં નાખીબરોબર મિક્સ કરી ને એક મિનિટ ચડાવી લ્યો.
- ત્યાર બાદ એમાં તરી રાખેલ પનીર ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને જો લીલી ડુંગળી હોયતો એ સુધારી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ ગેસ બંધકરી ગરમ ગરમ સર્વ કરો પનીર ચીલી ડ્રાય.
paneer chilli dry recipe in gujarati notes
- જો ચોખાનો લોટ ના હોય તો મેંદા નો લોટ પણ નાખી શકો છો.
- સોસ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- બાળકો માટે બનાવતા હો તો સોસ ઓછા વાપરવા.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગાર્લિક પનીર બનાવવાની રીત | Garlic Paneer banavani rit | Garlic Paneer recipe in gujarati
રગડા પુરી બનાવવાની રીત | ragda pani puri recipe in gujarati | pani puri ragda recipe
પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati
કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya recipe in gujarati
બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla gujarati | besan na pudla banavani rit