Go Back
+ servings
રાગી ના બિસ્કીટ - ragi na biscuit - રાગી ના બિસ્કીટ બનાવવાની રીત - ragi na biscuit banavani rit - ragi biscuit recipe in gujarati

રાગી ના બિસ્કીટ | ragi na biscuit | રાગી ના બિસ્કીટ બનાવવાની રીત | ragi na biscuit banavani rit | ragi biscuit recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાગીના બિસ્કીટ બનાવવાની રીત - ragi na biscuit banavani rit શીખીશું, રાગી ના બિસ્કીટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગેછે સાથે બનાવવામાં પણ સરળ છે. અને હેલ્થી પણ છે. બજાર માં મળતા મેંદા ના બિસ્કીટ કરતા ઘરે બનાવેલા રાગી ના બિસ્કીટ બાળકો માટેફાયદાકારક છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી ragi biscuit recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course biscuit banavani rit, બિસ્કીટ બનાવવાની રીત
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 ઓવેન / કઢાઇ

Ingredients
  

રાગીના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • 80 ગ્રામ ઘી
  • 50 ગ્રામ સુગર પાવડર
  • 50 ગ્રામ રાગીનો લોટ
  • 2 ચમચી મેંદો
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • ¼ ચમચી બેકિંગ પાઉડર
  • ½ ચમચી ગાયનું દૂધ
  • 2 ચમચી બદામ અને કાજુ ના ટુકડા

Instructions
 

રાગીના બિસ્કીટ બનાવવાની રીત| ragi na biscuit banavani rit | ragi biscuit recipe in gujarati

  • રાગી ના બિસ્કીટ બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં ઘી લ્યો. હવે તેને વિસ્ક નું મદદ થી સરસ થી ફેટી ને સોફ્ટ કરી લ્યો.
  • હવે તેમાં સુગર પાવડર નાખો. હવે ફરી થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેનો કલરચેન્જ થાય અને માખણ જેવુ બની જાય ત્યાં સુધી સરસ થી તેને ફેટી લ્યો.
  • હવે તેમાં રાગી નો લોટ નાખો. હવે તેમાં મેંદો, એલચી પાવડર, બેકિંગસોડા અને બેકિંગ પાવડર નાખો. હવે તેમાં થોડું દૂધ નાખો.હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો.  અને લોટ ગુંથી યે તે રીતે ગુંથી લ્યો.

ઓવનમાં બિસ્કીટ બનાવવાની રીત

  • હવે ઓવેન ની પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. અને એક કેક ટીન ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે લોટ માંથી નાના નાના પેડા જેવા બિસ્કીટ બનાવી. અને બને પ્લેટ માં બનાવીને બિસ્કીટ રાખતા જાવ. હવે તેની ઉપર બદામ અને કાજુ ના ટુકડા મૂકીહલ્કા હાથે પ્રેસ કરી લ્યો.
  • હવે ઓવેન માં બિસ્કીટ ની પ્લેટ મૂકો. હવે તેને પંદર મિનિટ માટે 180 ડિગ્રી ઉપર બેક કરી લ્યો.ત્યાર બાદ પ્લેટ ને કાઢી ને બિસ્કીટ ને ઠંડા થવા દયો.

કડાઈમા બિસ્કીટ બનાવવાની રીત

  • કેકટીન માં રાખેલા બિસ્કીટ ને બેક કરવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેની ઉપર એક સ્ટેન્ડ રાખો.હવે તેની ઉપર કેક ટીન મૂકો. હવે કઢાઇ ને ઢાંકીદયો. હવે તેને વીસ મિનિટ સુધી બેક થવા દયો. ત્યાર બાદ તેને બાહર કાઢી લ્યો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી રાગી ના બિસ્કીટ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે કઈ ખાવાનું મન થાય ત્યારે રાગી નાબિસ્કીટ ખાવાના આનંદ માણો.

ragi biscuit recipe in gujarati notes

  • મેંદાના લોટ ની જગ્યા એ તમે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો