Go Back
+ servings
તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવાની રીત - Tarya vagar panipuri ni puri banavani rit - Non Fried panipuri puri recipe in gujarati

તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવાની રીત | Tarya vagar panipuri ni puri banavani rit | Non Fried panipuri puri recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ઈન્સ્ટન્ટ તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવાની રીત - Tarya vagar panipuri ni puri banavani rit શીખીશું, પાણી પૂરીનું નામ સાંભળતા જ દરેક ના મોઢામાંથી પાણી આવી જાય. પાણી પૂરી,દહી પૂરી, સેવ પૂરી કે પાપડી ચાટ કંઈ પણ હોય વગરપૂરી ના તો કંઈ શક્ય જ નથી. આજે આપણે પૂરી ને તળ્યા વગર જ એકદમ ફૂલેલી અને ખસ્તા પૂરી બનાવતા શીખીશું. પૂરી ને બનાવવુ ખૂબ જસરળ છે. અને ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે.તો ચાલો આજે આપણે NonFried panipuri puri recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course nasta, panipuri ni puri banavani rit
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 માઈક્રોવેવ

Ingredients
  

તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1.5 કપ ઘઉં નો લોટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણીજરૂર મુજબ

Instructions
 

તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવાની રીત | Tarya vagar panipuri ni puri banavani rit | Non Fried panipuri puri recipe in gujarati

  • તર્યા વગર પાણીપુરી ની પૂરી બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માંઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસથી ટાઈટ લોટ ગુંથી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ થી ગુંથી લ્યો. જેથી લોટ સરસ થી સોફ્ટ થઈ જાય. ત્યાર બાદ તેને ઢાંકીને વીસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
  • હવે વીસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેમાં થી એક લુવો બનાવો. હવે તેની ઉપર કોરો લોટ લગાવીએક થોડી પાતળી રોટલી વણી લ્યો. હવે નાના ગ્લાસ કે વાટકી ની મદદથી રોટલી ઉપર પ્રેસ કરી ને નાની નાની પૂરી બનાવી લ્યો. હવે તેનેએક પ્લેટ માં રાખી લ્યો.
  • ત્યારબાદ હવે તે પ્લેટ ને માઇક્રોવેવ માં 55 સેકન્ડ માટે પાવર લેવલ સાત ઉપર રાખી દયો.ત્યાર બાદ પ્લેટ ને માઈક્રોવેવ માંથી બાહર કાઢી લ્યો. 
  • હવે તૈયાર છે પાણી પૂરી ની પૂરી. અને તેમાંથી કોઈ પૂરી સરસ થી ફૂલી ના હોય તે પૂરી ની પાપડી ચાટ બનાવી લ્યો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો