Go Back
+ servings
bharela simla marcha nu shaak - ભરેલા શિમલા મરચાં નું શાક - ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત - bharela shimla marcha nu shaak banavani rit - bharela shimla marcha nu shaak recipe in gujarati

ભરેલા શિમલા મરચાં નું શાક | bharela simla marcha | ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત | bharela shimla marcha nu shaak banavani rit | bharela shimla marcha nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત - bharela shimla marcha nu shaak banavani rit શીખીશું, દાદી અને નાની ની સ્ટાઈલ માં આજે આપણે ભરેલા સિમલા મરચાં બનાવતાશીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને બનાવું પણ સરળ છે.જે એક વાર આ ભરેલા મરચાં ટેસ્ટ કરશે તે આંગળા ચાટતા રહી જશે.એટલા ટેસ્ટી લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેકને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી bharela shimla marcha nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course shaak banavani rit
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ભરેલા શિમલા મરચા નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ સીમલા મરચા
  • 100 ગ્રામ સીંગદાણા
  • 2 ચમચી સુખા નારિયલ ની સ્લાઈસ
  • 20-25 લસણની કડી
  • ½ ચમચી જીરું
  • 2 ચમચી તલ
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા પાવડર
  • ચમચી કાશ્મીરી લાલ મરચું
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2-3 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 3 ચમચી તેલ

ભરેલા સિમલા મરચાં બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 2 ચપટી હિંગ
  • 7-8 મીઠો લીમડો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ કપ પાણી

Instructions
 

ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત | bharela shimla marcha nu shaak banavani rit | bharela shimla marcha nu shaak recipe in gujarati

  • ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવા સૌથી પેહલા સિમલા મરચાં લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણીથી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને કોટન ના કપડાથી લુછી ને કોરા કરી લ્યો.
  • હવે મરચાં નો ઉપર નો ડંથલ વારો ભાગ ચાકુ નો મદદ થી કાપી લ્યો. હવે તેની વચ્ચે રહેલા બીજ ને ચાકુ ની મદદ થી કાઢી લ્યો. આવી રીતે બધા સિમલા મરચાં તૈયાર કરીઅને એક પ્લેટ માં રાખી લ્યો.

શિમલા મરચા નો મસાલો બનાવવાની રીત

  • મસાલો બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને સરસ થી બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે સીંગદાણા થોડા ઠંડા થાય ત્યારે તેના ફોતરા કાઢી લ્યો. ત્યાર બાદ સીંગદાણા ને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં સુખા નારિયલ ની સ્લાઈસ, લસણ ની કડી અને તલ નાખો. હવે તેને દર દરું પીસી લ્યો.હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે તેમાં ગરમ મસાલો, ધાણા પાવડર, હળદર, કાશ્મીરી લાલમરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો સિમલા મરચાં ભરવાનો મસાલો.

ભરેલા સિમલા મરચા બનાવવાની રીત | bharela simla marcha banavani rit

  • ભરેલા સિમલા મરચાં બનાવવા માટે સૌથી પેહલા એક સિમલા મરચું લ્યો. હવે તેમાં બનાવી ને રાખેલો મસાલો ભરો.થોડું દબાવી ને મસાલો ભરવો જેથી મરચાં માંથી મસાલોબારે નીકળી ના જાય. આવી રીતે  બધા મરચાં માં મસાલો ભરી ને તૈયારકરી લ્યો.
  • હવે વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ નાખો.હવે તેમાં મીઠો લીમડો નાખો.
  • ત્યારબાદ તેમાં ભરી ને રાખેલા સિમલા મરચાં નાખો. હવે તેમાં થોડું મીઠું નાખો. હવે તેને હલ્કા હાથે હલાવી લ્યો. હવે મરચાં ને બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં મરચાં ભરતા જે મસાલો બચી ગયો છે તે નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી લ્યો.હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે ફરી થીતેને હલાવી લ્યો. હવે કઢાઇ ને ઢાંકી ને ધીમા તાપે આઠ થી દસ મિનિટસુધી મરચાં ને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી ભરેલા સિમલા મરચાં. હવે તેને રોટલી, રોટલા કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમાગરમ ભરેલા સિમલા મરચાં નું શાક ખાવાનો આનંદ માણો.

bharela shimla marcha nu shaak recipe in gujarati notes

  • અહી આપણે નાના વારા સિમલા મરચાં લેવા.
  • મસાલો વધારે બની ગયો હોય તો તેને ફ્રીઝ માં રાખી ને સ્ટોર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો