Go Back
+ servings
બેબી કોર્ન ચીલી - બેબી કોર્ન ચીલી બનાવવાની રીત - Baby Corn Chilli banavani rit - Baby Corn Chilli recipe in gujarati

બેબી કોર્ન ચીલી બનાવવાની રીત | Baby Corn Chilli banavani rit | Baby Corn Chilli recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ક્રિસ્પીબેબી કોર્નચીલી બનાવવાની રીત - Baby Corn Chilli banavani rit શીખીશું, તેને બેબી કોર્ન મંચુરિયન પણ કહી શકાય. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ક્રિસ્પી બેબી કોર્ન ચીલી બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણેઘરે ટેસ્ટી અને ક્રિસ્પી Baby Corn Chilli recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 29 mins
Cook Time 29 mins
Total Time 58 mins
Course lunch and dinner recipe in gujarati
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

બેબી કોર્ન ચીલી બનાવવા જરૂરી સામગ્રી

  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 200 ગ્રામ બેબી કોર્ન

બેબી કોર્ન ને કોટ કરવા માટે ની સામગ્રી

  • ½ ચમચી મરી પાવડર
  • ½ ચમચી આદુ લસણની પેસ્ટ
  • ½ ચમચી રેડ ચીલી સોસ
  • 5 ચમચી કોર્ન ફ્લોર

સોસ બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 1 ચમચી ઝીણી સુધારેલી લસણ
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • ½ લાલ, લીલા અને પીળા કેપ્સીકમ
  • ½ ડુંગળીની સ્લાઈસ
  • 1 ચમચી રેડ ચીલી સોસ
  • ½ કપ પાણી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચી વિનેગર
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી ટોમેટો સોસ
  • 1 ચમચી કોર્ન ફ્લોર
  • 2 ચમચી ઝીણી સુધારેલી લીલી ડુંગળી

Instructions
 

બેબી કોર્ન ચીલી બનાવવાની રીત | Baby Corn Chilli banavani rit | Baby Corn Chilli recipe in gujarati

  • ચીલી બેબી કોર્ન બનાવવા માટે સૌથી પહેલાં બેબી કોર્ન ને ડાઇમન્ડ સેપ માં કટ કરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખીલ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરીપાવડર, આદુ લસણની પેસ્ટ, રેડ ચીલી સોસ અનેથોડો થોડો કરી ને કોર્ન ફ્લોર નાખો. અને મિક્સ કરતા જાવ.હવે સરસ થી બેબી કોર્ન કોટ થઈ ગયા હશે.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કોટ કરીનેરાખેલા બેબી કોર્ન નાખો. હવે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીલ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

  બેબી કોર્ન ચીલી માટે સોસ તૈયાર કરીલેશું.

  • સોસ તૈયાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ નાખો. હવેતેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેમાં ડાયમંડ સેપ્ માં કટ કરી ને લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં લાલ,લીલા અને પીળા કેપ્સીકમ ન ટુકડા નાખો. હવે તેમાં ડુંગળીની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી ને થોડું ઉકાળી લ્યો.
  • ત્યારબાદ તેમાં વિનેગર, સોયા સોસ અને ટામેટા સોસ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે એક કટોરી માં એક ચમચી જેટલું કોર્ન ફ્લોરનાખો. હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે આ પાણી ને તેમાં નાખો. જેથી સોસ આપણો સરસ થીથીક થઈ જાય. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે તેમાં તળી ને રાખેલા બેબી કોર્ન ને ફરી થી એકવાર એક મિનિટ માટે તળી નેતેમાં નાખો. હવે તેને સરસ થી કઢાઇ ને હલાવતા મિક્સ કરી લ્યો.બે થી ત્રણ મિનિટ સુધી આવી રીતે કઢાઇ ને હલાવતા મિક્સ કરી લેવું.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં બેબી કોર્ન ચીલી. હવે તેને એક પ્લેટ માં નાખો.હવે તેની ઉપર ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી બેબી કોર્ન ચીલી ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો