જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ક્રિસ્પી બેબી કોર્ન ચીલી બનાવવાની રીત – Baby Corn Chilli banavani rit શીખીશું, Please subscribe Cooking With Chef Ashok YouTube channel If you like the recipe , તેને બેબી કોર્ન મંચુરિયન પણ કહી શકાય. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ક્રિસ્પી બેબી કોર્ન ચીલી બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને ક્રિસ્પી Baby Corn Chilli recipe in gujarati શીખીએ.
બેબી કોર્ન ચીલી બનાવવા જરૂરી સામગ્રી
- મીઠું સ્વાદ પ્રમાણે
- બેબી કોર્ન 200 ગ્રામ
બેબી કોર્ન ને કોટ કરવા માટે ની સામગ્રી
- મરી પાવડર ½ ચમચી
- આદુ લસણની પેસ્ટ ½ ચમચી
- રેડ ચીલી સોસ ½ ચમચી
- કોર્ન ફ્લોર 3+ 2 ચમચી
સોસ બનાવવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- ઝીણી સુધારેલી લસણ 1 ચમચી
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- લાલ, લીલા અને પીળા કેપ્સીકમ ½ કપ
- ડુંગળી ની સ્લાઈસ ½ કપ
- રેડ ચીલી સોસ 1 ચમચી
- પાણી ½ કપ
- મીઠું સ્વાદ પ્રમાણે
- વિનેગર 1 ચમચી
- સોયા સોસ 1 ચમચી
- ટોમેટો સોસ 1 ચમચી
- કોર્ન ફ્લોર 1 ચમચી
- ઝીણી સુધારેલી લીલી ડુંગળી 2 ચમચી
બેબી કોર્ન ચીલી બનાવવાની રીત
ચીલી બેબી કોર્ન બનાવવા માટે સૌથી પહેલાં બેબી કોર્ન ને ડાઇમન્ડ સેપ માં કટ કરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, આદુ લસણની પેસ્ટ, રેડ ચીલી સોસ અને થોડો થોડો કરી ને કોર્ન ફ્લોર નાખો. અને મિક્સ કરતા જાવ. હવે સરસ થી બેબી કોર્ન કોટ થઈ ગયા હશે.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કોટ કરીને રાખેલા બેબી કોર્ન નાખો. હવે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
બેબી કોર્ન ચીલી માટે સોસ તૈયાર કરી લેશું.
સોસ તૈયાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ નાખો. હવે તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેમાં ડાયમંડ સેપ્ માં કટ કરી ને લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં લાલ,લીલા અને પીળા કેપ્સીકમ ન ટુકડા નાખો. હવે તેમાં ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી ને થોડું ઉકાળી લ્યો.
ત્યાર બાદ તેમાં વિનેગર, સોયા સોસ અને ટામેટા સોસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક કટોરી માં એક ચમચી જેટલું કોર્ન ફ્લોર નાખો. હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આ પાણી ને તેમાં નાખો. જેથી સોસ આપણો સરસ થી થીક થઈ જાય. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે તેમાં તળી ને રાખેલા બેબી કોર્ન ને ફરી થી એકવાર એક મિનિટ માટે તળી ને તેમાં નાખો. હવે તેને સરસ થી કઢાઇ ને હલાવતા મિક્સ કરી લ્યો. બે થી ત્રણ મિનિટ સુધી આવી રીતે કઢાઇ ને હલાવતા મિક્સ કરી લેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં બેબી કોર્ન ચીલી. હવે તેને એક પ્લેટ માં નાખો. હવે તેની ઉપર ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી બેબી કોર્ન ચીલી ખાવાનો આનંદ માણો.
Baby Corn Chilli banavani rit | Recipe Video
Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Baby Corn Chilli recipe in gujarati
બેબી કોર્ન ચીલી બનાવવાની રીત | Baby Corn Chilli banavani rit | Baby Corn Chilli recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
બેબી કોર્ન ચીલી બનાવવા જરૂરી સામગ્રી
- મીઠું સ્વાદ પ્રમાણે
- 200 ગ્રામ બેબી કોર્ન
બેબી કોર્ન ને કોટ કરવા માટે ની સામગ્રી
- ½ ચમચી મરી પાવડર
- ½ ચમચી આદુ લસણની પેસ્ટ
- ½ ચમચી રેડ ચીલી સોસ
- 5 ચમચી કોર્ન ફ્લોર
સોસ બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- 1 ચમચી ઝીણી સુધારેલી લસણ
- ½ ચમચી આદુની પેસ્ટ
- ½ લાલ, લીલા અને પીળા કેપ્સીકમ
- ½ ડુંગળીની સ્લાઈસ
- 1 ચમચી રેડ ચીલી સોસ
- ½ કપ પાણી
- મીઠું સ્વાદ પ્રમાણે
- 1 ચમચી વિનેગર
- 1 ચમચી સોયા સોસ
- 1 ચમચી ટોમેટો સોસ
- 1 ચમચી કોર્ન ફ્લોર
- 2 ચમચી ઝીણી સુધારેલી લીલી ડુંગળી
Instructions
બેબી કોર્ન ચીલી બનાવવાની રીત | Baby Corn Chilli banavani rit | Baby Corn Chilli recipe in gujarati
- ચીલી બેબી કોર્ન બનાવવા માટે સૌથી પહેલાં બેબી કોર્ન ને ડાઇમન્ડ સેપ માં કટ કરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખીલ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરીપાવડર, આદુ લસણની પેસ્ટ, રેડ ચીલી સોસ અનેથોડો થોડો કરી ને કોર્ન ફ્લોર નાખો. અને મિક્સ કરતા જાવ.હવે સરસ થી બેબી કોર્ન કોટ થઈ ગયા હશે.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કોટ કરીનેરાખેલા બેબી કોર્ન નાખો. હવે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીલ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
બેબી કોર્ન ચીલી માટે સોસ તૈયાર કરીલેશું.
- સોસ તૈયાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ નાખો. હવેતેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેમાં ડાયમંડ સેપ્ માં કટ કરી ને લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં લાલ,લીલા અને પીળા કેપ્સીકમ ન ટુકડા નાખો. હવે તેમાં ડુંગળીની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી ને થોડું ઉકાળી લ્યો.
- ત્યારબાદ તેમાં વિનેગર, સોયા સોસ અને ટામેટા સોસ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે એક કટોરી માં એક ચમચી જેટલું કોર્ન ફ્લોરનાખો. હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે આ પાણી ને તેમાં નાખો. જેથી સોસ આપણો સરસ થીથીક થઈ જાય. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે તેમાં તળી ને રાખેલા બેબી કોર્ન ને ફરી થી એકવાર એક મિનિટ માટે તળી નેતેમાં નાખો. હવે તેને સરસ થી કઢાઇ ને હલાવતા મિક્સ કરી લ્યો.બે થી ત્રણ મિનિટ સુધી આવી રીતે કઢાઇ ને હલાવતા મિક્સ કરી લેવું.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં બેબી કોર્ન ચીલી. હવે તેને એક પ્લેટ માં નાખો.હવે તેની ઉપર ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી બેબી કોર્ન ચીલી ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
દમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit
બેસન કરેલા નું શાક બનાવવાની રીત | besan karela nu shaak banavani rit
ફૂલકા અને તવા રોટલી રેસીપી | રોટલી બનાવવાની રીત | rotli banavani rit