પાલક પનીર રોલ | Palak Paneer Roll banavani rit | પાલક પનીર રોલ બનાવવાની રીત | Palak Paneer Roll recipe in gujarati
જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પાલકપનીર રોલ બનાવવાનીરીત - Palak Paneer Roll banavani rit શીખીશું, સાથે ગ્રીન ચટણી પણ બનાવીશું. ઘરે કોઈ મહેમાન આવવાનાહોય અને કઈક નવું અને ચટપટું નાસ્તો તૈયાર કરવાનું મન થાય ત્યારે એકવાર પાલક પનીર રોલજરૂર થી બનાવો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળછે. તે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. જે એક વાર ટેસ્ટ કરી લેશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી PalakPaneer Roll recipe in gujarati શીખીએ.
Palak Paneer Roll banavani rit | પાલક પનીર રોલ બનાવવાની રીત | Palak Paneer Roll recipe in gujarati
પાલક પનીર રોલ બનાવવા માટે સૌથી પહેલા પાલક ના પાન લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો.ત્યાર બાદ તેને ઝીણા સુધારી લ્યો. હવે તેને એકબાઉલ માં રાખી લ્યો.
હવે તેમાં બાફેલા બટેટા ને મેસ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં બ્રેડ ની કોર્નર નાખો. હવે તેમાં આદુ,લસણ અને લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી પીસીલ્યો. હવે તેને પાલક બટેટા વારા મિશ્રણ માં નાખો.
તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, જીરું પાવડર, ચીલી ફ્લેક્સ, ગરમમસાલો અને લીંબુ નો રસ નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળીનાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે આપણું પાલક પનીર રોલ માટેનું મિશ્રણ તૈયાર છે.
હવે પનીર લ્યો. હવે તેના લાંબાપીસ કરી લ્યો. હવે હાથ માં થોડું તેલ લગાવી ને થોડું મિશ્રણ લ્યો.હવે તેનો બોલ બનાવી હાથ થી થોડું ચપટું કરી પૂરી નો સેપ આપો.હવે તેની ઉપર પનીર નો પીસ રાખો. હવે તેને સરસ થીકવર કરી ને સિલિન્ડર સેપ આપો. આવી રીતે બધા પાલક પનીર ના રોલ બનાવી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાંપાલક પનીર ના રોલ તળવા માટે નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉનકલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધા પાલક પનીર ના રોલ તળી ને તૈયાર કરી લ્યો.
ગ્રીન ચટણી બનાવવા માટેની રીત
ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લીલાં ધાણા, ફુદીનો, લીલા મરચાં, આદુ,લસણ, સીંગદાણા, દહી,સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ નો રસ નાખો. હવેતેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.
હવે તૈયાર છે આપણા પાલક પનીર રોલ સાથે ગ્રીન ચટણી. હવે તેને એક પ્લેટ માં નાખી ને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી પાલક પનીર ના રોલ ખાવા ની આનંદ માણો.
Palak Paneer Roll recipe in gujarati notes
પાલક નું મિશ્રણ થોડુ પાતળું લાગે તો કોર્ન ફ્લોર કે બ્રેડ ક્રમ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો