Go Back
+ servings
શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત - દૂધ પૌવા બનાવવાની રીત - dudh pauva banavani rit - doodh pauva recipe in gujarati

શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | doodh pauva recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે શરદપૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રીત - dudh pauva banavani rit શીખીશું. શરદ પૂનમ ના દિવસે દૂધપૌવા ખાવાનું ખૂબ જ મહત્વ છે, કેહવાય છે કે ચંદ્ર ના પ્રકાશ માં રાખેલા દૂધ પૌવા ખાવાથી આપણા હેલ્થ માટેપણ ખૂબ જ સારા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જસરળ છે. બાળકો તથા મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે doodh pauva recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 15 mins
Total Time 25 mins
Course gujarati sweets, sweet recipe in gujarati
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પૌવા
  • 1 લીટર દૂધ
  • 1 ચપટી કેસર
  • કપ ખાંડ
  • 1 ચમચી પિસ્તાની સ્લાઈસ
  • 1 ચમચી બદામની સ્લાઈસ
  • ½ ચમચી ચારોળી

Instructions
 

દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | doodh pauva recipe in gujarati

  • દૂધ પૌવા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં પૌવા લઈ લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને એક ચારણી માં કાઢી નેરાખી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં કેસર નાખો. હવે દૂધ માં  સરસ થી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ મિડીયમ તાપે પાંચ મિનિટ સુધી ઉકળવા દયો.
  • ત્યારબાદ તેમાં ચારણી માં રાખેલા પૌવા ને હાથ થી છૂટા કરી ને દૂધ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચાર થી પાંચ મિનિટ સુધી ફરી થી દૂધ ને ઉકાળી લ્યો.જેથી પૌવા સરસ થી ચડી જાય, ત્યાર બાદ તેમાં ખાંડનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી દૂધ પૌવા ને ચડવા દયો.
  • તેમાં એલચી પાવડર, પીસ્તા ની સ્લાઈસ, બદામ ની સ્લાઈસ અને ચારોળી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેએક મિનિટ સુધી તેને હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.હવે તૈયાર છે આપણા દૂધ પૌવા.
  • તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર પાતળું કપડું ઢાંકી ને ચંદ્ર ના પ્રકાશ માં થોડી વાર માટે રાખી દયો. ત્યાર બાદ તેને કટોરી માં નાખી ને સર્વ કરો અને શરદ પૂનમસ્પેશિયલ દૂધ પૌવા ખાવાનો આનંદ માણો.

doodh pauva recipe in gujarati notes

  • દૂધપૌવા માં તમે તમારા પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો