Go Back
+ servings
ખાટી મીઠી દાળ બનાવવાની રીત - Khati mithi daal banavani rit - Khati mithi daal recipe in gujarati

ખાટી મીઠી દાળ બનાવવાની રીત | Khati mithi daal banavani rit | Khati mithi daal recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ખાટીમીઠી દાળ બનાવવાની રીત - Khatimithi daal banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, ભાત સાથે તમે આ દાળ ને ખાઈ શકો છો. ખૂબ જ ઓછા સમય માંબની ને તૈયાર થઈ જાય છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.તો ચાલો આજે આપણે ઘરે Khati mithi daal recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course gujarati recipe, GUjarati recipes
Cuisine gujarati cuisine
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ખાટી મીઠી દાળ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ તુવેર દાળ
  • ½ ચમચી હિંગ
  • ½ ચમચી મેથી દાણા
  • ¼ કપ સીંગ દાણા
  • 2 કપ પાણી
  • ½ ચમચી લીલાં મરચાં અને આદુ ની પેસ્ટ
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 2 ચમચી ગોળ
  • 2-3 કોકમના પાન
  • 1 ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી હળદર
  • 1 નાની ચમચી જીરું પાવડર
  • 1 નાની ચમચી ધાણા પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું

દાળ નો વઘાર કરવા માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2-3 સુખાલાલ મરચાં
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions
 

ખાટી મીઠી દાળ બનાવવાની રીત | Khati mithi daal banavani rit | Khati mithi daal recipe in gujarati

  • ખાટી મીઠી દાળ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં પલાળી ને રાખેલી તુવેર દાળ માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને તેમાં નાખો.
  • હવે તેમાં હિંગ, મેથી, સીંગદાણા અને બે કપ જેટલું પાણી નાખો. હવે કુકર ને ઢાંકી દયો. હવે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો.ત્યાર બાદ કુકર ને ઠંડું થવા માટે રાખી દયો.
  • કુકર ઠંડું થાય ત્યારે દાળ ને એક કઢાઇ માં કાઢી લ્યો. હવે કઢાઇ ને ગેસ પર મૂકો. હવે તેમાં મરચાં અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેમાં મીઠાલીમડા ના પાન, ગોળ, કોકમ ના પાન અને ઝીણાસુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં લાલ મરચું પાવડર, હળદર, જીરું પાવડર, ધાણા પાવડરઅને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • હવે દાળ ને મિડીયમ તાપે આઠ થી દસ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેને વીસ્ક ની મદદ થી જેરી લ્યો.હવે દાળ ને સાઇડ પર રાખી દયો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું અને હિંગ નાખો. હવે તેમાં સુખા લાલ મરચાંઅને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે આ વઘાર ને દાળ માં નાખીને ઢાંકી દયો , તૈયાર છે આપણી ટેસ્ટી ખાટી મીઠી દાળ. હવે તેને ભાત સાથે સર્વ કરો અને ટેસ્ટી ખાટી મીઠી દાળ ખાવાનો આનંદ માણો.

Khati mithi daal recipe in gujarati notes

  • દાળ ને ઘાટી કે પાતળી તમે તમારા હિસાબ થી પાણીનાખી ને બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો