કાજુ નમકપારા બનાવવા સૌપ્રથમ ત્રણ ચાર કલાક પલાળેલી છડીયા દાળ ની પાણી નિતારી લેશું ત્યારબાદ એને મિક્સર જાર માં નાખી દેશું અને સાથે લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો નાખી ને દરદરી પીસી લેશું. પીસવા માટે પાણી ની જરૂર લાગે તો બે ચરચમચી પાણી નાખી ને પીસી લેવી.
પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં હાથ થી મસળી અજમો, જીરું, હિંગ, ત્રણ ચાર ચમચી તેલ, હળદરઅને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાંચાળી ને રાખેલ ઘઉંનો લોટ થોડો થોડો નાખતા જઈ જરૂર મુજબ લોટ નાખો કઠણ લોટ બાંધી લ્યો.બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
એક વાટકામાં ઘી અને આરા લોટ નાખી મિક્સ કરી સ્લરી તૈયાર કરી લ્યો અને બીજા એક વાસણમાં લાલ મરચાનો પાઉડર , શેકેલ જીરુંપાઉડર, ચાર્ટ મસાલો, મરી પાઉડર,મીઠું અને સૂકવેલા ફુદીના ના પાંદ નો પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે બાંધેલા લોટ માંથી ચાર છ સરખા ભાગ કરી લ્યો અને એક એક લુવા ને એક સરખું વણી એક બાજુ મૂકો. હવે એક રોટલીલઈ એના પર ઘી લોટ વાળી સ્લરી લાગવી ઉપર બીજી રોટલી મૂકો એના પર પણ સ્લરિ લગાવી ફરીત્રીજી રોટલી મૂકો આમ એક ઉપર એક સ્લરી લગાવતા જઈ રોટલી મૂકતા જાઓ.
વેલણ વડે રોટલીઓ ને મિડીયમ વણી લ્યો અને નાના કુકી કટર કે પછી ઢાંકણ વડે એક બાજુ થી કટ કરી કાજુ નો આકાર આપી દયો અથવા બાંધેલા લોટ માંથી ત્રણ ચાર સિલેન્ડર આકાર કરી કાતર થી કટ કરી આકાર આપી તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ નમકપારા નાખી ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા જ નમકપારાને તરી લ્યોને થોડા ઠંડા થવા દયો.
તૈયાર નમકપારા પર તૈયાર કરેલ મસાલો નાખી ને બરોબર મિક્સ કરી ઠંડા થવા દયો અને ત્યાર બાદ ડબ્બામાં ભરી ને મજા લ્યો કાજુ નમકપારા.