Go Back
+ servings
સોજી ની રસ મલાઇ - Soji ni ras malai - સોજી ની રસ મલાઇ બનાવવાની રીત - Soji ni ras malai banavani rit - Soji ni ras malai recipe in gujarati

સોજી ની રસ મલાઇ બનાવવાની રીત | Soji ni ras malai banavani rit | Soji ni ras malai recipe in gujarati

આપણે ઘરે સોજી ની રસ મલાઇ બનાવવાની રીત - Soji ni ras malai banavani rit શીખીશું, આજે આપણે સોજી થી એક નવી મીઠાઈ બનાવતા શીખીશું.આ મીઠાઈ નો રસ મલાઈ અને માલપુઆ જેવો જ ટેસ્ટ આવે છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે બનાવવુ પણ ખૂબ જ સરળ છે. નાનાબાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. અને જોવા માં પણ ખૂબ જ સુંદરલગ છે. તો ચાલો આજે આપણે ઘરે Soji ni ras malai recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course mithai banavani rit
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ
  • 1 તવી

Ingredients
  

સોજી ની રસ મલાઇ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી ઘઉંનો લોટ
  • ½ સોજી
  • 2 ચમચી મિલ્ક પાવડર
  • 1 ચમચી સુગર પાવડર
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 1 લીટર દૂધ + 1 કપ
  • ¼ ચમચી કેસર
  • 1 ચમચી બદામની સ્લાઈસ
  • 1 ચમચી પિસ્તાની સ્લાઈસ
  • ¼ કપ ખાંડ
  • ¼ ચમચી એલચી પાવડર

Instructions
 

સોજી ની રસ મલાઇ બનાવવાની રીત | Soji ni ras malai banavani rit | Soji ni ras malai recipe in gujarati

  • સોજી ની રસ મલાઈ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં સોજી લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ,મિલ્ક પાવડર અને સુગર પાવડર નાખો. હવે તેમાં થોડુંથોડું કરીને દૂધ નાખતા જાવ અને એક બેટર્ તૈયાર કરી લ્યો.
  • ઉત્પામ નું બેટર્ તૈયાર કરીએ તેવું બેટર્ તૈયાર કરવું. ત્યાર બાદ તેની ઉપર થોડું દૂધ નાખી તેને ઢાંકી ને અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
  • હવે અડધી કલાક પછી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેની ઉપર બેકિંગ સોડા નાખો. હવે તેની ઉપર થોડું દૂધ નાખી મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક તવી મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર ચમચી નીમદદ થી કોઈન ના સેપ માં નાના નાના સોજી ના પુડલા બનાવી લ્યો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી એક ઉબાલ આવે ત્યાંસુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેમાં કેસર, બદામ અને પીસ્તા ની સ્લાઈસ નાખો. હવે ફરી થી તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દૂધ ને ચાર થી પાંચ મિનિટ સુધીઉકાળી લ્યો.
  • ત્યારબાદ તેમાં ખાંડ અને એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી દૂધ ને હલાવતા ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
  • એક સર્વીંગ પ્લેટ માં સોજી ના કોઈન ગોઠવી ને રાખો. હવે તેની ઉપર દૂધ નાખો. હવે તેની ઉપર પીસ્તા ની સ્લાઈસ નાખો. હવે તૈયાર છે આપણી સોજી ની ટેસ્ટી મીઠાઈ.

Soji ni ras malai recipe in gujarati notes

  • તમે તમારા પસંદ ના કોઈ પણ ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો