Go Back
+ servings
નારિયલ ની બરફી - નારિયલ ની બરફી બનાવવાની રીત - nariyal ni barfi - nariyal ni barfi banavani rit - Coconut Barfi recipe in gujarati

નારિયલ ની બરફી | nariyal ni barfi banavani rit | નારિયલ ની બરફી બનાવવાની રીત | Coconut Barfi recipe in gujarati

ઘરે નારિયલ ની બરફી બનાવવાની રીત - nariyal ni barfi banavani rit શીખીશું ,રક્ષાબંધન, દિવાળી કે કોઈ પણ ત્યોહાર પર એક વાર આ બરફીજરૂર બનાવો. બજાર માં મળતી મોંઘી મીઠાઈ કરતા પણ ટેસ્ટી લાગે છે.સાથે બનાવવું પણ ખૂબ જ સરળ છે. ગેસ ચાલુ કર્યાવગર આ મીઠાઈ બની ને તૈયાર થઇ જાય છે. સાથે જોતા જ ખાવાનું મનથઈ જાય તેવી સુંદર લાગે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Coconut Barfi recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course diwali mithai banavani rit, gujarati sweets, sweet recipe in gujarati
Cuisine gujarati
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ

Ingredients
  

નારિયલ ની બરફી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ નારિયલ નો ચૂરો
  • ½ કપ મિલ્ક પાવડર
  • 5 ચમચી પાયનેપલ ક્રશ
  • ½ ચમચી ઘી

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ નારિયલનો ચૂરો
  • ¼ ચમચી મિલ્ક પાવડર
  • 1 ચમચી કાજુના ટુકડા
  • ચમચી મિક્સફ્રૂટ જામ
  • ¼ ચમચી ઘી
  • 1 ચમચી પિસ્તાની કતરણ

Instructions
 

નારિયલ ની બરફી | nariyal ni barfi banavani rit | નારિયલ ની બરફી બનાવવાની રીત | Coconut Barfi recipe in gujarati

  • નારિયલ ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં નારિયલ નો ચૂરો લ્યો. હવે તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં થોડું થોડું કરીને પાયનેપલ ક્રશ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને સરસ થી લોટ બાંધીએ તે રીતે બાંધી લ્યો. ત્યાર બાદ તેમાં ઘી નાખો.હવે ફરી થી તેને સરસ થી ગુંથી ને સોફ્ટ કરી લ્યો. ત્યાર બાદ તેને સાઇડ પર રાખી દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં નારિયલ નો ચૂરો લ્યો. હવે તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં કાજુ ના ટુકડા અને મિક્સ ફ્રૂટ જામ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.અને લોટ ગુંથીઍ એ રીતે ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંઘી નાખી ફરી થી તેને સરસ થી ગુંથી ને સોફ્ટ કરી લ્યો.

નારિયલ બરફી બનાવવા માટેની રીત

  • નારિયલની બરફી બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલા લોટ ને બટર પેપર ઉપર ઘી લગાવી નેઓવેલ સેપ માં થીક વણી લ્યો.
  • હવે સ્ટફિંગ નો એક રોલ બનાવી લ્યો. હવે આ રોલ ને વણી ને રાખેલા મિશ્રણ ઉપર રાખો. હવે તેને કવર કરતા એક રોલ બનાવી લ્યો. હવે આ રોલ ને ખાંડ ના બુરાદા ઉપરરગડી લ્યો. ત્યાર બાદ તેને ફ્રીઝ માં દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
  • દસ મિનિટ પછી રોલ ને ફ્રીઝ માંથી બાહર કાઢી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી અડધા ઇંચ ના ગેપ માં કટ લગાવી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
  • તૈયારછે આપણી બજાર માં મળતી મીઠાઈ કરતા ટેસ્ટી નારિયલ ની બરફી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો