Go Back
+ servings
ટામેટા સેવ - ટામેટા સેવ બનાવવાની રીત - tameta sev banavani rit - tameta sev recipe in gujarati

ટામેટા સેવ બનાવવાની રીત | tameta sev banavani rit | tameta sev recipe in gujarati

ઘરે tametasev banavani rit - ટામેટા સેવ બનાવવાની રીત શીખીશું, એકદમ માર્કેટ સ્ટાઈલ માં આજે આપણે ટામેટા સેવબનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળછે. એકદમ ક્રિસ્પી અને ચટપટી લાગે છે. એકવારબનાવ્યા પછી ટામેટા સેવ ને સ્ટોર કરીને પણ રાખી શકાય છે. બાળકોહોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે tameta sev recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course nasta recipe in gujarati, nasto banavani rit
Cuisine Indian
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients
  

ટામેટા સેવ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ બેસન
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી કાશ્મીરી લાલ મરચું
  • ½ ચમચી લાલ મરચું
  • ½ ચમચી ચાટ મસાલો
  • 4 ટામેટા
  • 7-8 લસણની કડી
  • 1 ઈંચ આદુ
  • 1 લીલું મરચું

Instructions
 

ટામેટા સેવ બનાવવાની રીત | tameta sev banavani rit | tameta sevrecipe in gujarati

  • ટામેટા સેવ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં બેસન લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કાશ્મીરી લાલ મરચું, લાલ મરચું અને ચાટ મસાલો નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • એક મિક્સર જારમાં ટામેટા ના ટુકડા કરી ને નાખો. હવે તેમાં લસણ, આદુ અને લીલું મરચું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
  • ટામેટાની ગ્રેવી ને એક ચારણી માં નાખી ને સરસ થી ગાળી લ્યો. હવે ગ્રેવી ને થોડી થોડી કરીને બેસન માં નાખતા જાવ અને સરસ થી મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • એક સેવનું મશીન લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સેવ નું મિશ્રણભરી તેને બંધ કરી દયો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં મશીન થીરાઉન્ડ સેપ માં સેવ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલરઆવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને ચટપટી ટામેટા ની સેવ. હવે સેવ ઠંડી થાય તેના બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.અને જ્યારે પણ કંઈ સ્પાઈસી કે ચટપટું ખાવાનું મન થાય ત્યારે ટામેટા નીસેવ ખાવાનો આનંદ માણો.

tameta sev recipe notes

  • ચાટ મસાલા ની જગ્યા એ તમે આમચૂર પાવડર નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો