Go Back
+ servings
ચણા ચાટ - Chana chaat - ચણા ચાટ બનાવવાની રીત - Chana chaat banavani rit - Chana chaat recipe gujarati

ચણા ચાટ બનાવવાની રીત | Chana chaat banavani rit | Chana chaat recipe gujarati

આજે આપણે ઘરે Chana chaat banavani rit - ચણા ચાટબનાવવાની રીત શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જાય છે.ચણા પ્રોટીન થી ભરપુર હોવાથી આપના શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે.નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલોઆજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Chana chaat recipe gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course nasta recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients
  

ચણા ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પલાળેલા કાબુલી ચણા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ગ્રેટ કરેલું ગાજર
  • ½ ચમચી સંચળ પાવડર
  • 1 ઝીણી સુધારેલી ખીરા
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ચાટ મસાલા
  • 1 ચમચી ગ્રીન ચટણી
  • 1 ચમચી આમલીની ચટણી
  • સેવ
  • 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

લીલાં ધાણા અને ફુદીના ની ચટણી બનાવવાની સામગ્રી

  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 કપ લીલાં ધાણા
  • ¼ કપ ફુદીના ના પાન
  • 1 ચમચી લીંબુ નો રસ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી પાણી

Instructions
 

ચણા ચાટ બનાવવાની રીત | Chana chaat banavani rit

  • ચણા ની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલા ચણા ને કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલુંપાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે કુકર નું ઢાંકણ બંધ કરી ને તેને ગેસ પર મૂકી દયો. હવે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો.
  • ચણા બફાઈ ને તૈયાર થાય ત્યાં સુધી ધાણા અને ફુદીના ની ચટણી બનાવી ને તૈયાર કરી લઈએ.
  • ચટણીબનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં નાખો. હવે તેમાં લીલાં ધાણા,ફુદીના ના પાન, લીંબુ નો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે ચણા બફાઈ ગયા હશે. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલીડુંગળી, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલખીરા, ગ્રેટ કરેલ ગાજર, સંચળ પાવડર,લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ગ્રીન ચટણી અને આમલી ની ચટણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • તેનેએક સરવિંગ પ્લેટ માં નાખો. હવે તેની ઉપર સેવ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી ચણા ચાટ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો