Go Back
+ servings
મંગોડી નું શાક - Mangoli nu shaak - મંગોડી નું શાક બનાવવાની રીત - Mangoli nu shaak banavani rit - Mangoli nu shaak recipe in gujarati

મંગોડી નું શાક | Mangoli nu shaak | મંગોડી નું શાક બનાવવાની રીત | Mangoli nu shaak banavani rit | Mangoli nu shaak recipe in gujarati

ઘરે ટેસ્ટી રાજસ્થાન નું  ફેમસ મંગોડી નુ શાક બનાવવાની રીત- Mangoli nu shaak banavani rit શીખીશું, રાજસ્થાન માં મંગોડીનું શાક ખૂબ ફેમસ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છે.બે ની જગ્યા એ ચાર રોટલી ખાઈ જાવ તેટલું ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ઘરે Mangoli nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course shaak banavani rit, shaak recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મંગોડી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 4 ચમચી સરસો નું તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 100 ગ્રામ ઝીણી સુધારેલી લીલી ડુંગળી
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી હળદર
  • 10-15 લસણની કડી
  • 200 ગ્રામ મંગોડી
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions
 

મંગોડી નું શાક બનાવવાની રીત | Mangoli nu shaak banavani rit

  • મંગોડી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો નું તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો. ત્યાં સુધી મસાલા ની પેસ્ટ તૈયાર કરો લઈએ.
  • મસાલા ની પેસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લસણની પેસ્ટ અને બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી મસાલા ની પેસ્ટ.
  • આ પેસ્ટને શાક માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી ને સરસ થી એક વાર ઉકાળી લ્યો.
  • ત્યારબાદ તેમાં મંગોડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક નેઢાંકી ને ધીમા તાપે પંદર થી વીસ મિનિટ સુધી ચડવા દયો. વચ્ચે વચ્ચેશાક ને હલાવી લેવું.
  • તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી રાજસ્થાન નું સ્પેશિયલ મંગોડી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથેસર્વ કરો અને ગરમા ગરમ મંગોડી નું શાક ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો