Go Back
+ servings
લીલી મેથી ની મઠરી - Lili methi ni mathri - લીલી મેથી ની મઠરી બનાવવાની રીત - Lili methi ni mathri banavani rit - Lili methi ni mathri recipe gujarati

લીલી મેથી ની મઠરી બનાવવાની રીત | Lili methi ni mathri banavani rit | Lili methi ni mathri recipe gujarati

આપણે ઘઉં ના લોટ ની લીલી મેથી ની મઠરી બનાવવાની રીત - Lili methi ni mathri banavani rit શીખીશું. હાલ શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને બજાર માં તાજી ફ્રેશ  મેથી આવે છે , અને દિવાળી પણ આવી રહી છે તો આજ આપણે મેથી માંથી દિવાળી પરમોઢા ને ફ્રેશ કરે એવો નાસ્તો બનાવવાની રીત શીખીશું તો ચાલો Lili methi ni mathri recipe gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Total Time 1 hr
Course nasta recipe in gujarati
Cuisine gujarati
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

લીલી મેથી ની મઠરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • 1 કપ મેથી
  • ½ કપ ઝીણી સોજી
  • ½ ચમચી મરી દર્દરા પીસેલા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી સફેદતલ
  • 1 ચમચી પીસેલીખાંડ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • 3 ચમચી કોર્ન ફ્લોર / મેંદા નો લોટ
  • ઘી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions
 

લીલી મેથી ની મઠરી બનાવવાની રીત | Lili methi ni mathri banavani rit | Lili methi ni mathri recipe gujarati

  • લીલી મેથી માંથી મઠરી બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો અને કપડા પર નાખી કોરી કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં બે ચમચી ઘી ગરમ કરો ઘી ઓગળે એટલે એમાં કોરી કરેલ મેથીનાખી ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. અને ત્યાર બાદ  ગેસ બંધ કરી નાખો અને એક બાજુ મૂકી દયો.
  • હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ સોજી નાખો સાથે સફેદ તલ, અધ કચરા પીસેલા મરી નો પાઉડર,હાથ થી મસળી અજમો, સ્વાદ મુજબ મીઠું, પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો.ત્યાર બાદ એમાં બે ચમચીઘી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
  • એમાં શેકી રાખેલ મેથી નાખી એને લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર,હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સકરી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ ઢાંકીને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
  • એક વાટકામાં મેંદા નો લોટ અથવા કોર્ન ફ્લોર ત્રણ ચમચી લ્યો એમાં ત્રણ થી ચાર ચમચી ઘી નાખી નેમિક્સ કરી ને સ્લરી બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.
  • બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો અને એક સરખા ત્રણ ચાર ભાગ કરી લ્યો. હવે એક ભાગ લ્યો અને કોરા લોટ વડે પાતળી રોટલી વણી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ સ્લરી લગાવી ને બે બાજુ થી ફોલ્ડ કરો ત્યાર બાદ ફોલ્ડ કરેલ ભાગ ઉપર સ્લરી લગાવો
  • ત્યારબાદ ફરી ચોરસ થાય એમ ફોલ્ડ કરી લ્યો ત્યાર બાદ ચોરસ જ રોટલી કોરા લોટ ની મદદ થી વણી લ્યો અને હવે ચોરસ પર સ્લરી લાગવી અને ફરી ફોલ્ડ કરી લ્યો અને ચાકુથી લાંબી લાંબી કાપીલ્યો. આમ બધા લુવાને વણી સ્લરી લગાવી ફોલ્ડ કરી ને ચાકુથી કાપી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી નાખો અને એમાં એક વખત માં સમાય એટલી તૈયાર કરેલ મઠરી નાખો ત્યાર બાદ ગેસ ધીમો કરી ને નાખેલ મઠરી ઉપર આવે ત્યાં સુંધી તરવા દયો.
  •  મઠરી ઉપર આવે એટલે ઝારા ની મદદ થીમઠરી ને હલકા હાથે ઉથલાવી લ્યો ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યારબાદ મોટા ઝારા કે ચારણી માં કાઢી વધારા નું તેલ નીકળવા દયો ને ઠંડી થવા દયો આમ બધીમઠરી ને તરી લ્યો ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો લીલી મેથી માંથી મઠરી.

Lili methi ni mathri recipe notes

  • મેથી ને ઘી માં શેકી લેવાથી એની કડવાશ ઓછી થઈ જશે એટલે મઠરી કડવી નહિ લાગે.
  • સોજી ની જગ્યાએ બેસન પણ વાપરી શકો છો.
  • ખાલી ઘઉં ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો